સત્ય. સાહસ. સંકલ્પ.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 13.21% વધ્યું, 14 ઓક્ટોબર સુધીમાં રૂ. 13.38 લાખ કરોડ

ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 13.21% વધ્યું, 14 ઓક્ટોબર સુધીમાં રૂ. 13.38 લાખ કરોડ

નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 14 ઓક્ટોબર વચ્ચે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 13.21 ટકા વધીને રૂ. 13.38 લાખ કરોડ થયું છે. આ રકમ ચાલુ વર્ષના બજેટ લક્ષ્યનો લગભગ 50 ટકા હિસ્સો છે.

આ વધારો મુખ્યત્વે કોર્પોરેટ ટેક્સ કલેક્શનમાં 20 ટકાની વૃદ્ધિને કારણે થયો છે. નેટ કોર્પોરેટ ટેક્સ કલેક્શન 20.58 ટકા વધીને રૂ. 5.99 લાખ કરોડથી વધુ થયું છે. જ્યારે નોન-કોર્પોરેટ ટેક્સ કલેક્શન 5.83 ટકા વધીને રૂ. 6.92 લાખ કરોડ થયું છે.

નોન-કોર્પોરેટ કરદાતાઓને અપાતા રિફંડમાં 67 ટકાનો વધારો થયો છે. તેમજ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)નું કલેક્શન 52 ટકા વધીને રૂ. 46,840 કરોડ થયું છે. ચાલુ નાણાકીય વર્ષ માટે STTનું બજેટ લક્ષ્ય રૂ. 73,700 કરોડ છે.

સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સમાંથી રૂ. 26.97 લાખ કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે, જે ગત નાણાકીય વર્ષમાં એકત્ર થયેલા રૂ. 23.40 લાખ કરોડ કરતાં 15 ટકા વધુ છે.