સત્ય. સાહસ. સંકલ્પ.

દીક્ષા જોષી અને પરીક્ષિત તમાલિયાની રોમેન્ટિક ફિલ્મ 'પ્રેયસી'ની જાહેરાત, અભિનય બેન્કર કરશે દિગ્દર્શન

દીક્ષા જોષી અને પરીક્ષિત તમાલિયાની રોમેન્ટિક ફિલ્મ 'પ્રેયસી'ની જાહેરાત, અભિનય બેન્કર કરશે દિગ્દર્શન

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક પ્રેમકથા ઉમેરાવા જઈ રહી છે. 'પ્રેયસી' નામની નવી ગુજરાતી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, જે ગુજરાતી સિનેમા પ્રેમીઓમાં ઉત્સાહ લાવી રહી છે.

આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન અભિનય બેન્કર કરી રહ્યા છે. 'ગોળકેરી' જેવી ફિલ્મો અને અનેક નાટકોમાં અભિનય કરી ચૂકેલા અભિનય બેન્કર 'પ્રેયસી' દ્વારા ફરી દિગ્દર્શક તરીકે જોવા મળશે.

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દીક્ષા જોષી છે, જેમણે 'ગોળકેરી', 'શુભારંભ' અને 'ફેરા ફેરી હેરા ફેરી' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની સાથે પરીક્ષિત તમાલિયા લીડ હીરો તરીકે જોવા મળશે. ફિલ્મમાં મેઘા, અનુષ્કા, તીર્થ ઠક્કર, કલ્પના ગાગડેકર છારા અને ગૌરાંગ આનંદ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે.

ફિલ્મનું નિર્માણ મંજુલા મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની રિલીઝ તારીખ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. ગુજરાતી સિનેમાપ્રેમીઓ આ નવી પ્રેમકથાની રાહ જોઈ રહ્યા છે.