સત્ય. સાહસ. સંકલ્પ.

ધોની-પંતનો પ્રાઇવેટ પાર્ટીનો વીડિયો વાઇરલ; 'હુક્કો પીને આવું છું' લાઇન ચર્ચામાં

ધોની-પંતનો પ્રાઇવેટ પાર્ટીનો વીડિયો વાઇરલ; 'હુક્કો પીને આવું છું' લાઇન ચર્ચામાં

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના વિકેટકીપર-બેટર રિષભ પંત અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ ક્લિપમાં બંને કેટલાક મિત્રો સાથે એક ખાનગી પાર્ટીમાં જોવા મળે છે. વીડિયોમાં ધોની કથિત રીતે કહેતા સંભળાય છે, 'જરા હુક્કો પીને આવું છું.'

વાઇરલ ક્લિપમાં રિષભ પંત એક સોફા પર બેઠેલા છે અને કેટલાક લોકો સાથે વાતચીત કરે છે. પૃષ્ઠભૂમિમાં ધોની એક ફોટો પડાવીને પાછા આવે છે અને પંત સાથે હાથ મિલાવે છે. આ દરમિયાન તેમની ટિપ્પણી ચર્ચામાં આવી ગઈ છે.

દિવ્ય ભાસ્કર આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. ફેન્સ આ ક્લિપને શેર કરીને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ધોનીની આદત પર ટિપ્પણી કરી રહ્યા છે, તો કેટલાક તેમની વ્યક્તિગત જીવનમાં દખલ ન કરવા જણાવે છે.

ધોનીની હુક્કા સાથેની જૂની વાતો પણ ફરી સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન જ્યોર્જ બેઇલીએ અગાઉ જણાવ્યું હતું કે ધોનીને ક્યારેક હુક્કો પીવો ગમતો હતો અને તે પોતાના રૂમમાં લગાવતા હતા. ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ ખેલાડી માઈકલ હસીએ પણ ધોનીના રૂમને ખેલાડીઓના અડ્ડા તરીકે વર્ણવ્યો હતો.

નોંધનીય છે કે, તાજેતરમાં જ રિષભ પંત રાંચીમાં એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો હતો ત્યારે ધોની તેની સાથે જોવા મળ્યો હતો. બંને લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની વનડે દરમિયાન પણ સાથે દેખાયા હતા. પંતે તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં 168 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે.