આજે 6 નવેમ્બરે ધનતેરસનો પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે. આ દિવસે દીપોત્સવી મહાપર્વની શરૂઆત થાય છે. પૌરાણિક માન્યતા મુજબ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી કે નવા વાસણો ખરીદવાની પરંપરા છે, જેથી ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જો વ્યક્તિ પોતાની રાશિ મુજબ યોગ્ય ધાતુ કે વસ્તુની ખરીદી કરે તો તેનું શુભ ફળ વધુ મળે છે. અહીં મેષથી મીન સુધીની રાશિઓ માટે ખરીદીના સૂચનો આપવામાં આવ્યા છે.
મેષ રાશિ: આ રાશિના સ્વામી મંગળ દેવ છે. તાંબાની વસ્તુઓ જેવી કે લોટો, કળશ કે વાસણો ખરીદવા શ્રેષ્ઠ રહેશે. લાલ રંગના વસ્ત્રો કે પૂજા સામગ્રી પણ લાભદાયી છે.
વૃષભ રાશિ: આ રાશિના સ્વામી શુક્ર દેવ છે. ચાંદીની ખરીદી સૌથી શુભ છે. ચાંદીનો સિક્કો, ઝાંઝર, વીંટી કે નાનું આભૂષણ ખરીદી શકાય.
મિથુન રાશિ: આ રાશિના સ્વામી બુધ ગ્રહ છે. પિત્તળ કે કાંસાના વાસણો ખરીદવા યોગ્ય છે. પુસ્તકો, નોટબુક, પેન કે ધંધામાં વપરાતી નવી સામગ્રી પણ લાવી શકાય.
કર્ક રાશિ: આ રાશિના અધિપતિ ચંદ્ર દેવ છે. ચાંદીની વસ્તુઓ જેવી કે સિક્કો, વાટકી, ચમચી કે નાનો દીવો ખરીદવો શ્રેષ્ઠ છે. ઘરની સજાવટ માટે સફેદ રંગની વસ્તુઓ પણ લાવી શકાય.
સિંહ રાશિ: આ રાશિના સ્વામી સૂર્ય નારાયણ છે. સોનું ખરીદવું અત્યંત શુભ મનાય છે. જો બજેટ ન હોય તો તાંબાના વાસણો લાવી શકાય, જેથી આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા વધે.
કન્યા રાશિ: આ રાશિનું સ્વામિત્વ પણ બુધ ગ્રહ પાસે છે. પિત્તળ કે કાંસાના વાસણો ખરીદવા જોઈએ. શિક્ષણ, લેખન કે રોજગાર સંબંધિત નવી સ્ટેશનરી કે ગેજેટ્સ પણ લાભકારી છે.
વૃશ્ચિક રાશિ: આ રાશિના સ્વામી મંગળ દેવ છે. તાંબાના વાસણો, કળશ કે લોટો ખરીદવો સારો છે. પૂજા માટે સિંદૂર અને પિત્તળની ઘંટડી પણ શુભ છે.
ધનુ રાશિ: આ રાશિના સ્વામી ગુરુ બૃહસ્પતિ છે. સોનાનો સિક્કો અથવા પિત્તળના વાસણો ખરીદવા મંગળકારી છે. પીળા રંગના કપડાં, ધાર્મિક પુસ્તકો અને પૂજાપો લાવવાથી લાભ થાય.
મકર રાશિ: આ રાશિના સ્વામી શનિદેવ છે. ચાંદી કે કાંસાની વસ્તુઓ ખરીદવી શ્રેષ્ઠ છે. ઘરગથ્થુ જરૂરિયાતની ચીજો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ ખરીદી શકાય.
કુંભ રાશિ: આ રાશિના સ્વામી પણ શનિદેવ છે. ચાંદી અને કાંસાની વસ્તુઓ ખરીદવી યોગ્ય છે. આ ઉપરાંત નવી ટેક્નોલોજીની ચીજો પણ લાવી શકાય.
મીન રાશિ: આ રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે. સોનું કે પિત્તળની વસ્તુઓ ખરીદવી શુભ છે. ધાર્મિક પુસ્તકો અને પૂજા સામગ્રી પણ લાવી શકાય.
નોંધ: આ જ્યોતિષશાસ્ત્ર આધારિત માહિતી છે. ખરીદી કરતી વખતે પોતાની ક્ષમતા અને જરૂરિયાત ધ્યાનમાં રાખવી.