આજે સમગ્ર ગુજરાતમાં ધનતેરસનો પર્વ હર્ષ અને શ્રદ્ધાથી ઉજવાયો. લોકોએ ધન અને સમૃદ્ધિની મંગલકામના સાથે માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા-અર્ચના કરી.
આ ઉજવણી વચ્ચે એક અનોખી પરંપરાએ સૌનું ધ્યાન ખેંચ્યું. અમદાવાદ, સુરત, મહેસાણા અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરો તથા ગામોમાં પરિવારોએ ઘરની દીકરીઓને લક્ષ્મીનું સ્વરૂપ માની તેમનું પૂજન કર્યું. દીકરીઓના ચરણસ્પર્શ કરી પરિવારજનોએ તેમના આશીર્વાદ મેળવ્યા.
અનેક પરિવારોએ ગૌપૂજન પણ કર્યું. ગાયને સાચા ધન અને સમૃદ્ધિનું પ્રતીક માની તેની આરાધના કરવામાં આવી.
આમ, ધનતેરસના પર્વે દીકરીઓના સન્માન અને ગૌસેવાનો સંદેશ સમાજ સુધી પહોંચ્યો.