ગુજરાતી પંચાંગ મુજબ 6 નવેમ્બર 2026, શુક્રવારના રોજ આસો વદ તેરસ એટલે કે ધનતેરસ છે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. રાહુકાળ સવારે 11:00 થી 12:23 સુધી રહેશે.
જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે તમામ 12 રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે તે અહીં આપેલું છે. વૃષભ, કર્ક સહિત ચાર રાશિના જાતકો માટે ધનતેરસ શુભ રહેશે, જ્યારે મકર રાશિના લોકોએ આજે રોકાણ ન કરવું.
વૃષભ રાશિ: અચાનક કોઈ અટકેલું પેમેન્ટ આવવાથી અથવા કોઈ ખાસ કામ બની જવાથી તમે તણાવમુક્ત અનુભવશો. દિલની જગ્યાએ મગજના અવાજને પ્રાથમિકતા આપો. નજીકના સંબંધી સાથે બગડેલા સંબંધોમાં ફરી મધુરતા આવશે. દિવસના ઉત્તરાધમાં થોડું પ્રતિકૂળ વાતાવરણ રહેશે. પડોશીઓ કે બહારની વ્યક્તિઓ સાથે અંગત વાતો શેર ન કરો. વાણીમાં નમ્રતા રાખો. ખોટી ભાષાના પ્રયોગથી લોકોમાં નારાજગી ઊભી થઈ શકે છે. નજીકની યાત્રા મુલતવી રાખવી યોગ્ય રહેશે. વ્યવસાયમાં ભવિષ્યની યોજનાઓ બનશે. જોખમકારક પ્રવૃત્તિમાં પૈસા ન રોકો, નુકસાનની આશંકા છે. યુવાનોને સ્પર્ધાનું પરિણામ તેમના પક્ષમાં મળશે. નોકરીયાત લોકો અધિકારીની મદદથી લક્ષ્ય પ્રાપ્ત કરશે. પતિ-પત્ની વચ્ચે અંગત મામલાઓ પર થોડી બોલાચાલી રહેશે, જેની અસર ઘરની શાંતિ પર પડી શકે. પ્રેમ સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ મહિલાઓએ સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું જરૂરી છે. ઈન્ફેક્શન થઈ શકે છે. લકી કલર બદામી અને લકી નંબર 9 છે.
કર્ક રાશિ: પ્રોપર્ટી ખરીદ-વેચાણનું કામ સરળતાથી બની શકે છે. નવા સંપર્કો લાભદાયી રહેશે. યુવા વર્ગને મહેનત મુજબ યોગ્ય પરિણામ મળવાથી રાહત થશે. તમે નવી ઊર્જા અનુભવશો. બેદરકારીને કારણે કિંમતી વસ્તુ ખોવાઈ શકે છે. સંતાનની જિદ્દ અને ગુસ્સાવાળો સ્વભાવ પરેશાનીનું કારણ બનશે. વાદ-વિવાદની સ્થિતિ વધી શકે છે. સ્વભાવમાં નમ્રતા રાખો. વ્યવસાયમાં ટીમ બનાવીને કામ કરવાથી વ્યવસ્થા ઉત્તમ જળવાઈ રહેશે, પરંતુ તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખો. વ્યાવસાયિક પાર્ટીઓ સાથે સંપર્કમાં રહો. ઓફિસમાં નકામા વાદ-વિવાદમાં ન પડો. જીવનસાથીનો સહયોગ અને સલાહ મનોબળ વધારશે. લગ્નયોગ્ય લોકો માટે સારો પ્રસ્તાવ આવવાની સંભાવના છે. માથાનો દુખાવો અને માઈગ્રેન હેરાન કરી શકે છે. ખાવાપીવાની આદતોમાં સુધારો લાવો અને ક્ષમતા કરતાં વધુ કામ ન કરો. લકી કલર વાદળી અને લકી નંબર 4 છે.
તુલા રાશિ: રોકાણ કરવાની યોજના હોય તો તરત જ અમલમાં મૂકો, લાભ થશે. પારિવારિક સભ્યોની ખુશી પ્રાથમિકતા રહેશે, સુખ-સુવિધા અને શોપિંગમાં સમય પસાર થશે, ખર્ચ પણ થશે. સમય અનુસાર વ્યવહારમાં બદલાવ લાવો. જિદ્દ અને અહંકાર પર નિયંત્રણ રાખો. કેટલાક લોકો નુકસાન કરવાનો પ્રયાસ કરશે, પરંતુ સફળ નહીં થાય. બીજાની ચિંતા કર્યા વગર પોતાના કાર્યોમાં પ્રયત્નશીલ રહો. નવો વ્યવસાય કે કામ શરૂ કર્યું હોય તો ધીરજ અને મહેનતની જરૂર છે. મીડિયા, કમ્પ્યુટર, ઈન્ટરનેટ સાથે જોડાયેલા વ્યવસાયમાં વિસ્તારની સંભાવના છે. વિશિષ્ટ વ્યક્તિના સહયોગથી પેન્ડિંગ કામ પૂરું થશે. દાંપત્ય જીવન સુખદ રહેશે અને ઘર-પરિવારનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ બનેલું રહેશે. વર્તમાન વાતાવરણથી બચાવ રાખો, પ્રદૂષણ અને ભીડભાડવાળી જગ્યાએ જવાથી બચો. લકી કલર વાદળી અને લકી નંબર 1 છે.
મિથુન રાશિ: ભાગ્યોદય કરાવનારી સ્થિતિ છે. તમે આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર અનુભવશો. દૂર રહેતા સંબંધીઓ અને મિત્રો સાથે ફરી સંપર્ક સ્થાપિત કરવો લાભદાયી રહેશે. યુવાનોને વિશેષ પ્રયાસને લઈને યોગ્ય સફળતા મળશે. લેવડ-દેવડમાં બેદરકારી નુકસાનમાં મૂકી શકે છે. જોખમ લેવાથી બચો. ભાવુકતા અને ઉદારતા પર કાબૂ રાખો, કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવી શકે છે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે, પરંતુ પ્રયાસોથી સુધારો આવશે. ધીરજ રાખો. નવી ટેકનોલોજીનો અમલ બુદ્ધિપૂર્ણ સાબિત થશે. નોકરીમાં કાર્યોની સરાહના થશે અને સારા સંબંધો સ્થપાશે. દાંપત્ય જીવન સુખ-શાંતિપૂર્ણ રહેશે.