સત્ય. સાહસ. સંકલ્પ.

ધનતેરસ 2026: માલવ્ય રાજયોગ અને શુક્ર પ્રદોષનો સંયોગ, આ 4 રાશિઓ માટે ધનવર્ષા

ધનતેરસ 2026: માલવ્ય રાજયોગ અને શુક્ર પ્રદોષનો સંયોગ, આ 4 રાશિઓ માટે ધનવર્ષા

આ વર્ષે 6 નવેમ્બર 2026, શુક્રવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ દિવસે માલવ્ય રાજયોગ, શુક્ર પ્રદોષ યોગ, વિષ્કુંભ યોગ અને હસ્ત નક્ષત્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ શુભ યોગોની સકારાત્મક અસર ધન, વેપાર, નોકરી અને પારિવારિક જીવન પર જોવા મળે છે. ખાસ કરીને મિથુન, સિંહ, મકર અને મીન રાશિના જાતકો માટે આ દિવસ કરિયરમાં પ્રગતિ, અટકેલા નાણાંની વાપસી અને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારો સાબિત થઈ શકે છે.

ધનતેરસ પર ધન્વંતરિ, લક્ષ્મીજી અને કુબેરની પૂજા કરવાની અને સોનું-ચાંદીની ખરીદી કરવાની પરંપરા છે. જ્યોતિષશાસ્ત્રમાં માલવ્ય રાજયોગને પંચ મહાપુરુષ યોગોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ રાજયોગ ત્યારે બને છે જ્યારે શુક્ર પોતાની સ્વરાશિ વૃષભ કે તુલામાં અથવા ઉચ્ચ રાશિ મીનમાં હોય અને કુંડળીના કેન્દ્ર ભાવ (1, 4, 7 કે 10મા ભાવ)માં સ્થિત હોય. વૈદિક જ્યોતિષમાં શુક્રને ભૌતિક સુખ-સુવિધા, વૈભવ, ધન, પ્રેમ અને કળાનો કારક માનવામાં આવે છે, તેથી માલવ્ય રાજયોગ આર્થિક સમૃદ્ધિ લાવનારો ગણાય છે. આ ઉપરાંત પંચાંગના 27 યોગો પૈકીનો વિષ્કુંભ યોગ અને શુક્ર પ્રદોષનો સંયોગ ભગવાન શિવની સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. હસ્ત નક્ષત્ર નવા શુભ કાર્યોની શરૂઆત અને ખરીદી માટે અનુકૂળ ગણાય છે.

આ 4 રાશિઓ માટે પ્રગતિના યોગ:

મિથુન રાશિ: મિથુન રાશિના જાતકો માટે ધનતેરસ આર્થિક મામલે રાહત લાવશે. કાર્યક્ષેત્રમાં સખત મહેનત રંગ લાવશે અને લાંબા સમયથી અટવાયેલા કામ પૂર્ણ થશે. વેપાર સાથે સંકળાયેલા લોકોને નવી ડીલ અથવા જૂના સંપર્કો દ્વારા આર્થિક નફો મળી શકે છે. મુસાફરી દરમિયાન પણ ધનલાભના સંકેત છે. લાંબા સમયથી ફસાયેલા નાણાં પરત મળવાની સંભાવના છે. રોકાણ સંબંધિત નિર્ણયોમાં સકારાત્મક પરિણામો મળશે, પરંતુ મોટું રોકાણ કરતાં પહેલાં યોગ્ય વિચારણા કરવી હિતાવહ છે.

સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે આ સંયોગ નવી તકો લાવી રહ્યો છે. નોકરીયાત વર્ગને કાર્યસ્થળ પર પોતાની પ્રતિભા સાબિત કરવાનો મોકો મળશે. પ્રમોશન કે નવી જવાબદારીની રાહ જોઈ રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે. વેપારીઓ માટે નવી ભાગીદારી શરૂ કરવા અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવાનો ઉત્તમ સમય છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાશે અને આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે.

મકર રાશિ: મકર રાશિના જાતકો માટે આ ધનતેરસ સકારાત્મક પરિવર્તન લાવશે. ખોરંભે પડેલા જૂના કામો ગતિ પકડશે. આર્થિક ક્ષેત્રે રાહત મળશે અને જૂની ઉધારી પરત મળી શકે છે. નોકરી અને ધંધામાં ભાગ્યનો સાથ મળવાથી નવી તકો સામે આવશે. લગ્ન યોગ્ય લોકો માટે સારા માંગા આવી શકે છે અને પરિવારની સહમતિથી લગ્નની વાત આગળ વધી શકે છે. ધીરજ અને સમજદારીપૂર્વક લીધેલા નિર્ણયો ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે.

મીન રાશિ: મીન રાશિવાળા માટે ધનતેરસનો સમય અત્યંત શુભ નીવડશે. નવી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારોને ઉત્તમ ઓફર મળી શકે છે, જ્યારે વર્તમાન નોકરીમાં રહેલા લોકોને આગળ વધવાની તકો પ્રાપ્ત થશે. બિઝનેસમાં નવા લોકો સાથે જોડાઈને કામ કરવાની તક મળશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. સામાજિક સ્તરે માન-સન્માન વધશે અને પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.