સત્ય. સાહસ. સંકલ્પ.

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને રાહત: DGVCLએ સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કર્યો

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને રાહત: DGVCLએ સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ રદ કર્યો

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે રાહતના સમાચાર છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)એ સ્ટેગર ડે હેઠળ લાદવામાં આવેલો વીજ કાપ આજથી રદ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓના આદેશથી હવે તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો સતત ચાલુ રહેશે.

અગાઉ ઔદ્યોગિક વિસ્તારોમાં વીજ ભાર નિયંત્રણ માટે સ્ટેગર ડે અને સાંજના સમયે વીજ કાપ અમલમાં મૂકવામાં આવ્યો હતો. નવી સૂચના મુજબ, કોઈપણ ઔદ્યોગિક ફીડરમાં સાંજે 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકાપ હવેથી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. તેનાથી ફેક્ટરીઓ અને ઉદ્યોગો રાબેતા મુજબ ધમધમશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જાહેર કરાયેલા વીજ કાપ અને સ્ટેગર ડેને કારણે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. પ્રોસેસિંગ મિલોમાં ઉત્પાદન ચાલુ રાખવા ઉદ્યોગકારોએ મોંઘા ડીઝલ જનરેટરનો સહારો લેવો પડતો હતો. હવે આ કાપ રદ થતાં ઉદ્યોગોનો આર્થિક બોજ હળવો થશે.