સત્ય. સાહસ. સંકલ્પ.

ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ વધારવા માટે શું ખાવું? આ 5 વસ્તુઓ ખૂબ ઉપયોગી

ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ વધારવા માટે શું ખાવું? આ 5 વસ્તુઓ ખૂબ ઉપયોગી

ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા તાવમાં શરીરમાં પ્લેટલેટ્સ (લોહીમાં રહેલા નાના કણો) ઝડપથી ઘટી જાય છે. ખાસ કરીને ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ પર સૌથી વધુ અસર થાય છે. તેથી દર્દીના પ્લેટલેટ્સની સંખ્યા પર સતત નજર રાખવામાં આવે છે. જો સમય પર યોગ્ય સારવાર ન મળે તો દર્દીની હાલત ગંભીર બની શકે છે.

આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓ છે જે પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

1. દૂધીનો રસ અને મધ: દૂધીનો રસ મધ સાથે ભેળવીને પીવાથી પ્લેટલેટ્સ વધારવામાં ફાયદો થાય છે.

2. દાડમ અને અંજીર: નાસ્તામાં દાડમ અને અંજીર ખાઈ શકો છો. આ બંને ખોરાક પ્લેટલેટ્સની ગણતરીમાં સુધારો કરે છે.

3. ગિલોયનો રસ: ગિલોયનો રસ પ્લેટલેટ્સ વધારવામાં ખૂબ અસરકારક માનવામાં આવે છે. તમે ગિલોયની દવા લઈ શકો છો અથવા ઝડપી પરિણામ માટે તાજી ગિલોયનો ઉપયોગ કરી શકો છો.

4. પપૈયાના પાનનો રસ: પપૈયાના પાનનો રસ પીવાથી પણ પ્લેટલેટ્સ વધે છે. આ સિવાય ઘઉંના જ્વારાનો રસ, એલોવેરાનો રસ, કીવી અને કોળાના બીજનું સેવન પણ ફાયદાકારક છે.

5. કીવી અને નારિયળ પાણી: ડેન્ગ્યુના દર્દીઓને કીવી ખાવાની સલાહ અપાય છે. કીવીમાં વિટામિન સી હોય છે જે શરીરના સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર પણ વધુ હોય છે. દર્દીએ પાણી વધુ માત્રામાં પીવું જોઈએ અને 1-2 નારિયળ પાણી પીવું જોઈડ.

આ ઉપરાંત કાચું પપૈયું, સફરજન, સંતરા અને જામફળ જેવા ફળો પણ પ્લેટલેટ્સની સંખ્યા વધારવામાં મદદ કરે છે. જો તમે આ ખોરાકનું નિયમિત સેવન કરો તો એક અઠવાડિયામાં પ્લેટલેટ્સમાં સુધારો જોવા મળી શકે છે.

નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. ડેન્ગ્યુ કે અન્ય તાવમાં દવા અને સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.