સત્ય. સાહસ. સંકલ્પ.

ડિલિવરી બોયનો જમીન પર બેસી કામ કરવાનો વીડિયો વાયરલ

ડિલિવરી બોયનો જમીન પર બેસી કામ કરવાનો વીડિયો વાયરલ

ઓનલાઈન શોપિંગે જીવન સરળ બનાવ્યું છે. એક ક્લિકે ઓર્ડર અને પસંદ ન આવે તો રિટર્ન. પણ આજે સોશિયલ મીડિયા પર એક ડિલિવરી બોયનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જમીન પર બેસીને પોતાનું કામ કરતો જોવા મળે છે. આ વીડિયોએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

કર્ણાટકમાં રહેતી શીતલે થોડા દિવસો પહેલાં જ્વેલરીનો એક પીસ ઓર્ડર કર્યો હતો. તેને તે પસંદ ન આવતાં તેણે રિટર્ન કરવાની વિનંતી કરી. નક્કી કરેલા દિવસે પિકઅપ એજન્ટ તેના ઘરે આવ્યો. એજન્ટે પાર્સલ લઈને ચેક કરવાનું શરૂ કર્યું. શીતલે જોયું કે એજન્ટ પાસે બેસવાની કોઈ જગ્યા નહોતી અને ટેબલ પણ નહોતું. તેથી તેણે રસ્તાની બાજુમાં જમીન પર બેસીને કામ કરવાનું શરૂ કર્યું.

શીતલે આ ક્ષણને પોતાના ફોનમાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર શેર કરી. વીડિયો સાથે તેણે લખ્યું કે તે ડિલિવરી એજન્ટને ઓળખતી નથી, તેના જીવન વિશે કંઈ જાણતી નથી. છતાં તેને જમીન પર બેસીને ઈમાનદારીથી કામ કરતા જોઈને તે ભાવુક થઈ ગઈ.

આ વીડિયો દર્શાવે છે કે ડિલિવરી બોયને આપણે ઘણીવાર માત્ર એક સેવા તરીકે જોઈએ છીએ. પાર્સલ આવ્યું, OTP આપ્યું અને કામ પૂરું. પણ આપણે એ નથી વિચારતા કે તે વ્યક્તિ આખો દિવસ કેટલાય ઘરોમાં જાય છે, સીડી ચઢે-ઉતરે છે અને ભૂખ્યા-તરસ્યા હોવા છતાં કામ કરે છે, જેથી આપણો સામાન સમયસર પહોંચે.