સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીના સદર બજારમાં છઠ્ઠા ધોરણની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી દરજીની ધરપકડ

દિલ્હીના સદર બજારમાં છઠ્ઠા ધોરણની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી દરજીની ધરપકડ

દિલ્હીના સદર બજાર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. છઠ્ઠા ધોરણમાં ભણતી એક બાળકીને એક દરજીએ તેની દુકાનમાં બંધક બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. આરોપી દરજીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 16 સપ્ટેમ્બરની રાત્રે પીસીઆર કોલ દ્વારા સૂચના મળી હતી કે એક દુકાનદારે સગીર બાળકીને પોતાની દુકાનમાં બંધક બનાવીને તેની સાથે અશ્લીલ હરકત કરી છે. સૂચના મળતાં જ સદર બજાર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મહિલા પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે સગીર પીડિતા રાત્રે 11 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નીકળી હતી. તેને શાળા માટે કંઈક સામાન ખરીદવાનો હતો. રસ્તામાં દરજીની એક દુકાન આવે છે. દરજીએ તેને ફોસલાવીને પોતાની દુકાનમાં બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું. બાળકીનાં માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસે FIR નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.