દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વિવિધ વિસ્તારોમાં થોડી ક્ષણો માટે ધરતી ધ્રૂજતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સાવચેતીના ભાગરૂપે લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા.
પ્રાથમિક અહેવાલો અનુસાર, ઉત્તરાખંડમાં રાત્રે આશરે 10:25 વાગ્યે 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની અસર દિલ્હી-NCR સુધી જોવા મળી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના ખદુન લગા ગવાલીથી આશરે 22 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.
ભૂકંપની ઊંડાઈ અંગેની સચોટ માહિતી હજુ સુધી ઉપલબ્ધ થઈ શકી નથી. રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે હાલ કોઈ જાનમાલના નુકસાન કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.