સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્લીના મોતી બાગમાં પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી, ઘણા વિદ્યાર્થીઓ ફસાયા

દિલ્લીના મોતી બાગમાં પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી, ઘણા વિદ્યાર્થીઓ ફસાયા

દિલ્હીના મોતી બાગ વિસ્તારમાં આવેલી સત્ય નિકેતન પાસે પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ઈમારતમાં આશરે 20 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 15થી 20 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

બચાવ ટુકડીઓ કાટમાળ હટાવીને ફસાયેલા લોકોની શોધ કરી રહી છે. ઈમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે. ઘટનાના કારણોની તપાસ બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.