પૂર્વ દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં સ્થિત ઉદ્યમ ફિશ પોઈન્ટ રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ રેસ્ટોરન્ટના રસોડામાંથી શરૂ થઈ હતી અને ઝડપથી ફેલાઈ ગઈ હતી. રેસ્ટોરન્ટમાં ધુમાડો ભરાઈ જતાં ગ્રાહકો અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. જીવ બચાવવા માટે કેટલાક લોકોએ ઉપરના માળની બારીઓમાંથી કૂદી પડ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, 13 ઓક્ટોબર, 2026ના રોજ રાત્રે લગભગ 10:34 વાગ્યે વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગની ઘટનાની જાણ થઈ હતી. ઘટનાસ્થળે પહોંચતાં જાણવા મળ્યું કે મેઈન જાફરાબાદ રોડ, મૌજપુર ખાતેની શોપ નંબર 169માં આવેલી ઉદ્યમ રેસ્ટોરન્ટના રસોડામાં આગ લાગી હતી. રેસ્ટોરન્ટના કર્મચારીઓએ જ આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. ઘટનાસ્થળે એક ફાયર ટેન્ડર પણ પહોંચ્યું હતું.
આ ઘટનામાં કોઈને ઈજા થયાની કોઈ માહિતી નથી. પોલીસે જણાવ્યું છે કે આગ લાગવાના કારણો અંગે વધુ તપાસ ચાલી રહી છે.