દિલ્હી આવકવેરા વિભાગે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 119 પદો પર ભરતી જાહેર કરી છે. આ ભરતીમાં ટેક્સ આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફનાં પદો સામેલ છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા 17 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને લાયક ઉમેદવારો 10 નવેમ્બરની રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકે છે.
આ ભરતીની ખાસ વાત એ છે કે 10-12 પાસ યુવાનો પણ અરજી કરી શકે છે. લાયક ઉમેદવારો આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ incometaxdelhi.gov.in પર જઈને અરજી કરી શકે છે.
ક્યાં વિભાગમાં કેટલા પદ?
ટેક્સ આસિસ્ટન્ટ: 44 પદ
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2: 9 પદ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ: 66 પદ
કુલ ખાલી પદ: 199
આ ભરતીમાં પુરુષ ઉમેદવારો માટે 67 અને મહિલા ઉમેદવારો માટે 52 બેઠકો અનામત છે. આ પદો એથ્લેટિક્સ, ક્રિકેટ, બેડમિન્ટન, ફૂટબોલ અને હોકી સહિતની વિવિધ રમતોમાં વહેંચવામાં આવ્યા છે.
આવકવેરા વિભાગની ભરતી 2026 માટે અરજી કરનારા ઉમેદવારોએ 200 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. નોટિફિકેશનમાં તમામ કેટેગરી માટે ફી સમાન રાખવામાં આવી છે. તેમાં જનરલ, OBC, EWS, SC-ST, ભૂતપૂર્વ સૈનિકો અને મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. અરજી ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત શું છે?
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ પદ માટે નિર્ધારિત શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરવી જરૂરી છે. તમામ અરજદારોએ રમતગમત સંબંધિત પાત્રતાના માપદંડો પણ પૂર્ણ કરવા પડશે. આ ભરતી માટે વયમર્યાદાની ગણતરી 1 ઓગસ્ટ 2026 સુધી કરવામાં આવશે.
ટેક્સ આસિસ્ટન્ટના પદ માટે ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત, ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી અને રમત-ગમત સંબંધિત જરૂરી લાયકાત હોવી જોઈએ.
સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 માટે ઉમેદવારની ઉંમર 18થી 27 વર્ષ હોવી જોઈએ. ઉમેદવાર 12 પાસ હોવો જોઈએ અને તેની પાસે રમતગમત સંબંધિત લાયકાત પણ હોવી જોઈએ.
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પદ માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ હોવી જોઈએ. ઉમેદવાર 10 પાસ હોવાની સાથે રમત-ગમત સંબંધિત લાયકાત પણ ધરાવતો હોવો જોઈએ.
પગાર કેટલો મળશે?
આવકવેરા વિભાગના નિયમો અનુસાર, આ પદો માટે પગાર અલગ-અલગ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ટેક્સ આસિસ્ટન્ટ અને સ્ટેનોગ્રાફર ગ્રેડ-2નાં પદો પે લેવલ 4 હેઠળ આવે છે. જ્યારે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફનો પગાર પે લેવલ 1 હેઠળ આવે છે.
આ મુજબ, ટેક્સ આસિસ્ટન્ટને 25,500 રૂપિયાથી લઈને 81,100 રૂપિયા સુધીનો પગાર મળશે. સ્ટેનોગ્રાફર ગ્રેડ-2ના ઉમેદવારને પણ 25,500 રૂપિયાથી લઈને 81,100 રૂપિયા સુધીનો પગાર મળશે. જ્યારે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફને 18,000થી 56,900 રૂપિયા સુધીનો પગાર મળશે.
અરજી કેવી રીતે કરવી?
1. આ પદો માટે અરજી કરવા માટે સૌથી પહેલાં આવકવેરા વિભાગની વેબસાઇટ incometaxdelhi.gov.in પર જાઓ.
2. હોમ પેજ પર આપવામાં આવેલા સ્પોર્ટ્સ રિક્રૂટમેન્ટ વિભાગમાં જાઓ.
3. અહીં અરજીપત્રકમાં માગવામાં આવેલી જરૂરી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
4. ત્યારબાદ માગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
5. હવે અરજી ફીની ચુકવણી કરો અને અરજીપત્રક તપાસ્યા બાદ સબમિટ કરી દો.