સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર પોલીસની કાર્યવાહી, 150થી વધુની અટકાયત; ધ્રુવ રાઠી પણ કસ્ટડીમાં

દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર પોલીસની કાર્યવાહી, 150થી વધુની અટકાયત; ધ્રુવ રાઠી પણ કસ્ટડીમાં

દિલ્હીમાં 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા જંતર-મંતર પર યોજાનારા વિરોધ પ્રદર્શનને લઈને રાજધાનીમાં હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. પ્રદર્શન માટે કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી, તેમ છતાં કેટલાક લોકો જંતર-મંતર તરફ આગળ વધ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમની અટકાયત કરી છે.

અત્યાર સુધીમાં 150થી વધુ પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ગુરુગ્રામના સેક્ટર 56 ખાતેથી સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર ધ્રુવ રાઠીની પણ દિલ્હી પોલીસે તેમના ઘરેથી અટકાયત કરી હોવાની માહિતી સામે આવી છે. 50 સભ્યોની ટીમ ગત રાત્રિથી તેમના ઘરની બહાર તૈનાત હતી.

દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હજારો પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે દિલ્હી મેટ્રોના 45 સ્ટેશનોના ગેટ ગઈકાલથી બંધ કરી દેવામાં આવ્યા છે, જે આજે સાંજના 6 વાગ્યા સુધી બંધ રહેશે. દિલ્હીની સરહદો પર વાહનો અને શંકાસ્પદ લોકોની સઘન તપાસ ચાલી રહી છે.

બીજી તરફ, CJPના સંસ્થાપક અભિજીત દીપકે પ્રદર્શનમાં સામેલ થવા માટે મુંબઈના ફોર સીઝન્સ હોટેલથી એરપોર્ટ થઈને દિલ્હી માટે પ્રસ્થાન કર્યું છે. સાથી નેતા આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર ટૂંક સમયમાં દિલ્હી પહોંચવાની જાહેરાત કરી છે.