સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પર દિલ્હીમાં દુઃખદ ઘટના: ફટાકડાનું રોકેટ પેટમાં વાગતાં 10 વર્ષના બાળકનું મોત

દિવાળી પર દિલ્હીમાં દુઃખદ ઘટના: ફટાકડાનું રોકેટ પેટમાં વાગતાં 10 વર્ષના બાળકનું મોત

દિલ્હીના નરેલા વિસ્તારની રાજીવ કોલોનીમાં દિવાળીના દિવસે એક કરુણ ઘટના બની છે. ફટાકડા ફોડતી વખતે સળગતું રોકેટ સીધું 10 વર્ષના બાળકના પેટમાં વાગ્યું હતું, જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. પરિવારજનો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવારજનોએ જણાવ્યું કે રવિવારે દિવાળીની પૂજા-અર્ચના બાદ તેઓ ફટાકડા ફોડી રહ્યા હતા. તે સમયે રોકેટ છોડતાં જ તે બાળકના પેટમાં વાગ્યું હતું. રોકેટ આકાશમાં જવાને બદલે સીધું બાળકને અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.

બાળકના મૃત્યુ બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો અને સારવારમાં બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાએ ફટાકડાના ઉપયોગ અંગે સલામતીની ચિંતાઓને ફરી ઉજાગર કરી છે.