આઈપીએલ 2027ની શરૂઆત પહેલા દિલ્હી કેપિટલ્સ સામે કેપ્ટનશીપનો પ્રશ્ન ઊભો થયો છે. ટીમના હાલના કેપ્ટન અક્ષર પટેલે કેપ્ટનશીપ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાની ચર્ચા છે. જોકે, ટીમ મેનેજમેન્ટ તેમને રોકવા માંગે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અક્ષર પટેલ છેલ્લી બે સીઝનથી દિલ્હીના કેપ્ટન છે, પરંતુ તેમના નેતૃત્વમાં ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ ઉપરાંત, તેમનું અંગત પ્રદર્શન પણ નબળું રહ્યું છે. આઈપીએલ 2026માં તેમણે 11 ઇનિંગ્સમાં ફક્ત 173 રન બનાવ્યા, જ્યારે 2025માં તેમણે 11 ઇનિંગ્સમાં માત્ર 5 વિકેટ લીધી.
અહેવાલમાં જણાવાયું છે કે કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ અક્ષર પટેલને ટ્રેડ કરવા માટે સંપર્ક કર્યો, પરંતુ દિલ્હીએ આ બધા પ્રસ્તાવો ફગાવી દીધા છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, “અક્ષર કેપ્ટન રહેવા માંગતો નથી, પરંતુ મેનેજમેન્ટ તેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ફ્રેન્ચાઈઝી માટે ખૂબ મહત્વનો ખેલાડી છે. મેનેજમેન્ટે હરાજી પૂરી થાય ત્યાં સુધી કેપ્ટનના નામ પર અંતિમ નિર્ણય મુલતવી રાખ્યો છે.”
દિલ્હી પાસે ઋષભ પંતને ફરીથી કેપ્ટન બનાવવાનો વિકલ્પ છે. પંત લખનૌ માટે રમ્યા બાદ ટ્રેડ દ્વારા દિલ્હી પરત ફર્યો છે. હવે જોવાનું એ છે કે દિલ્હી કેપ્ટનશીપ માટે કોને પસંદ કરે છે.