સત્ય. સાહસ. સંકલ્પ.

દીપિકા-રણવીરે દીકરી દુઆના બર્થ ડે પર શેર કર્યા ફેમિલી ફોટોઝ; ચાહકો બોલ્યા-પપ્પા જેવી લાગે છે

દીપિકા-રણવીરે દીકરી દુઆના બર્થ ડે પર શેર કર્યા ફેમિલી ફોટોઝ; ચાહકો બોલ્યા-પપ્પા જેવી લાગે છે

અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પોતાની દીકરી દુઆના બીજા જન્મદિવસ નિમિત્તે પરિવાર સાથેના ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોશૂટમાં કપલ તેમની દીકરી દુઆ સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ છે અને ચાહકો દીકરીના દેખાવની સરખામણી કરી રહ્યા છે.

રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, 'બેબી દુઆ અને અમારા દિલ મોટા થઈ રહ્યા છે! તમારી પ્રાર્થનાઓ માટે આભાર.' આ ફોટોશૂટમાં કપલે વ્હાઈટ કલરના કપડાં પહેર્યા છે અને ફોટોઝ બ્લેક એન્ડ વ્હાઈટ થીમ પર આધારિત છે.

આ પોસ્ટને ગણતરીના કલાકોમાં જ 7 મિલિયનથી વધુ લાઈક્સ મળી ગયા છે. તસવીરોમાં દુઆ તેના માતા-પિતા સાથે રમતી દેખાય છે. સોશિયલ મીડિયા યુઝર્સે દુઆની તસવીરોની સરખામણી રણવીર સિંહના બાળપણના ફોટોઝ સાથે કરી છે. મોટાભાગના લોકોનું માનવું છે કે દુઆ દેખાવમાં બિલકુલ પિતા રણવીર જેવી જ લાગે છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમના બીજા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ વર્ષની શરૂઆતમાં 19 એપ્રિલના રોજ કપલે બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી, જેમાં તેમણે દીકરી દુઆ સાથે પ્રેગ્નન્સી કિટ પકડેલી તસવીર શેર કરી હતી. હાલમાં દીપિકા ગર્ભાવસ્થાના નવમા મહિનામાં છે, તેથી ટૂંક સમયમાં ડિલિવરી થવાની શક્યતા છે.

યાદ અપાવીએ કે દીપિકાએ વર્ષ 2024માં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી, અને 8 સપ્ટેમ્બર 2024ના રોજ દીકરીના જન્મ થયો હતો. ત્યાર બાદ નવેમ્બરમાં કપલે પુત્રીનું નામ 'દુઆ' રાખ્યું હતું. શરૂઆતમાં તેમણે દીકરીનો ચહેરો જાહેર કર્યો નહોતો, પરંતુ દિવાળીના પ્રસંગે ફેમિલી ફોટોઝ શેર કરીને દુઆનો ચહેરો બતાવ્યો હતો.