સત્ય. સાહસ. સંકલ્પ.

દીપિકા અને રણવીરે દુઆના જન્મદિવસે બેબી બમ્પ સાથે ફોટોઝ શેર કર્યા

દીપિકા અને રણવીરે દુઆના જન્મદિવસે બેબી બમ્પ સાથે ફોટોઝ શેર કર્યા

અભિનેત્રી દીપિકા પાદુકોણ તેમના પતિ રણવીર સિંહ અને પુત્રી દુઆ સાથે બીજી વખત માતા બનવાની ખુશી શેર કરી છે. દુઆના પ્રથમ જન્મદિવસ નિમિત્તે, આ દંપતીએ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં દીપિકાનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળે છે.

ફોટોશૂટમાં દીપિકા સફેદ નેટ ટોપ અને પેન્ટમાં સુંદર લાગી રહી છે, જ્યારે રણવીર સફેદ કપડાંમાં છે. તેમની પુત્રી દુઆ સફેદ શર્ટ અને જીન્સ પહેરીને ખૂબ જ ક્યૂટ લાગે છે, અને તેની બે ચોટલીઓએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. રણવીર દીપિકાના બેબી બમ્પ પર હાથ રાખી નવા મહેમાન માટે ઉત્સાહિત દેખાય છે.

આ ફોટોઝ શેર કરતાં દંપતીએ કેપ્શનમાં લખ્યું છે, 'બેબી દુઆ અને અમારું હૃદય ખૂબ મોટું થઈ ગયું છે. આપ સૌના આશીર્વાદ અને પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર.'

ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીરે 14-15 નવેમ્બર 2018ના રોજ ઇટાલીમાં લગ્ન કર્યા હતા અને તેમની પુત્રી દુઆનો જન્મ 8 સપ્ટેમ્બર 2024ના રોજ થયો હતો.

કામના સંદર્ભમાં, રણવીર તાજેતરમાં ફિલ્મ 'ધુરંધર'માં જોવા મળ્યો હતો અને હવે તે 'પ્રલય'માં દેખાશે. દીપિકા ટૂંક સમયમાં 'કિંગ' અને 'રાકા' ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.