સત્ય. સાહસ. સંકલ્પ.

ડાંગમાં નવરાત્રિ દરમિયાન 30થી વધુ આદિવાસી પરિવારોએ હિંદુ ધર્મમાં ઘરવાપસી કરી

ડાંગમાં નવરાત્રિ દરમિયાન 30થી વધુ આદિવાસી પરિવારોએ હિંદુ ધર્મમાં ઘરવાપસી કરી

ડાંગ જિલ્લામાં નવરાત્રિના પર્વ દરમિયાન 30થી વધુ આદિવાસી પરિવારોએ સનાતન હિંદુ ધર્મમાં ઘરવાપસી કરી છે. આ પરિવારોના 100થી વધુ સભ્યોએ માયાદેવી મંદિર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

મળતી માહિતી અનુસાર, આ પરિવારો વર્ષો પહેલાં અમુક કારણોસર ખ્રિસ્તી ધર્મમાં જોડાયા હતા. માયાદેવી મંદિર ખાતે કૃષ્ણદાસ બાપુની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આદિવાસી પરિવારો માટે વિશેષ વિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઘણા ગ્રામજનો અને ધાર્મિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સામેલ થયેલા પરિવારોએ જણાવ્યું કે તેમણે પોતાની સ્વેચ્છાએ આ નિર્ણય લીધો છે.

પરત ફરેલા એક વ્યક્તિએ પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે, "દુઃખ સમયે મારે ખ્રિસ્તી ધર્મમાં જોડાવું પડ્યું હતું. જોડાયા પછી બે-ત્રણ વર્ષ સુધી મેં તે ધર્મનું પાલન કર્યું. પરંતુ તેમાં મને સંતોષ ન થયો, તેથી માયાદેવી મંદિરે યોજાયેલા આ કાર્યક્રમમાં અમે જોડાયા. હવે હિંદુ ધર્મમાંથી કદી દૂર નહીં જવાની અમે પ્રતિજ્ઞા લીધી છે."