સત્ય. સાહસ. સંકલ્પ.

દમણમાં ગણેશ વિસર્જન દરમિયાન યુવક ડૂબતો બચ્યો, માછીમારોએ બોટથી બચાવ્યો

દમણમાં ગણેશ વિસર્જન દરમિયાન યુવક ડૂબતો બચ્યો, માછીમારોએ બોટથી બચાવ્યો

દમણના દરિયા કિનારે જેટી ખાતે ગણેશ વિસર્જનના દિવસે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. શ્રીજીની પ્રતિમાનું વિસર્જન ચાલી રહ્યું હતું ત્યારે એક યુવક અચાનક દરિયામાં પડી ગયો અને પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો. કિનારે હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. જોકે, ત્યાં હાજર સ્થાનિક માછીમારોએ તરત જ બોટ દરિયામાં ઉતારી અને યુવકને મોતના મુખમાંથી બચાવી લીધો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેટી કિનારે આસ્થાપૂર્વક ગણેશ વિસર્જન થઈ રહ્યું હતું. તે સમયે આ યુવક અચાનક દરિયામાં પડ્યો. પાણીનો વહેણ વધુ હોવાથી તે તણાવા લાગ્યો. આ જોઈને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ. પરિસ્થિતિની ગંભીરતા સમજીને માછીમારોએ તાત્કાલિક બોટ દરિયામાં ઉતારી અને ડૂબતા યુવકને સુરક્ષિત રીતે કિનારે લાવ્યા.

યુવકને બચાવ્યા બાદ પોલીસ તેને પૂછપરછ માટે પોલીસ મથકે લઈ ગઈ. યુવકનો પગ લપસી જવાથી તે દરિયામાં પડ્યો હતો કે પાછળ કોઈ અન્ય કારણ છે, તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે આ મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.