સત્ય. સાહસ. સંકલ્પ.

07 ઓક્ટોબર 2026નું રાશિફળ: મેષના અટવાયેલા કામ ઉકેલાશે, કુંભને અગત્યના કામમાં સફળતા

07 ઓક્ટોબર 2026નું રાશિફળ: મેષના અટવાયેલા કામ ઉકેલાશે, કુંભને અગત્યના કામમાં સફળતા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 07 ઓક્ટોબર 2026, બુધવારના દિવસે દરેક રાશિના જાતકો માટે અલગ-અલગ ફળ રહેશે. જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આજે મેષ રાશિના જાતકોના અટવાયેલા કામો ધીમે ધીમે ઉકેલાશે, જ્યારે કુંભ રાશિના જાતકોને અગત્યના કામમાં સફળતા મળશે.

મેષ: જેમ દિવસ જાય તેમ તમારા રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાન અંગે દોડધામ રહે.

વૃષભ: તમારા કામમાં પ્રતિકૂળતા જણાય. ધંધામાં ઉતાવળ કરવી નહીં. જમીન-મકાન-વાહનના કામમાં ધીરજ રાખવી.

મિથુન: તમારા યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કાર્ય થવાથી આનંદ જણાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુની ચિંતા જણાય.

કર્ક: તમને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક વ્યવહારિક કામ અંગે વ્યસ્તતા રહે.

સિંહ: તમારા ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ અનુભવો. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.

કન્યા: રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં તમને મુશ્કેલી જણાય. નાણાંકીય લેવડ-દેવડની બાબતમાં ધ્યાન રાખવું.

તુલા: તમારા કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ આવતો જાય. પરદેશના કામ થઈ શકે.

વૃશ્ચિક: દિવસના પ્રારંભથી જ તમે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.

ધન: દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં તમને સાનુકૂળતા મળી રહે. નોકર-ચાકરવર્ગની મુશ્કેલી રહે.

મકર: તમે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.

કુંભ: તમારા અગત્યના કામનો ઉકેલ આવતાં આનંદ જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે ખર્ચ-ખરીદી જણાય.

મીન: તમારા કાર્યમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે વ્યસ્તતા રહે.