સત્ય. સાહસ. સંકલ્પ.

રાશિ ભવિષ્ય ૪ ઓક્ટોબર: મેષથી મીન સુધી, જાણો આજે તમારો દિવસ કેવો રહેશે

રાશિ ભવિષ્ય ૪ ઓક્ટોબર: મેષથી મીન સુધી, જાણો આજે તમારો દિવસ કેવો રહેશે

આજે ૪ ઓક્ટોબરના રોજ મેષ રાશિના જાતકોને પાડોશીઓના કામમાં વ્યસ્ત રહેવું પડશે, જ્યારે વૃષભ રાશિના લોકો કૌટુંબિક કામકાજમાં દોડધામ અનુભવશે. મિથુન રાશિના જાતકો માટે અગત્યના કામ ઉકેલવાનો દિવસ છે. કર્ક રાશિના લોકોને કામમાં મુશ્કેલી અને મોસાળપક્ષે ચિંતા જણાય. સિંહ રાશિના લોકોને કાર્યમાં પ્રશંસા અને ધંધામાં આવકથી આનંદ થશે, જ્યારે કન્યા રાશિના લોકોને ઘર-પરિવારના કામ માટે દોડધામ રહેશે.

મેષ: આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ વર્ગનો સહકાર મળી રહે.

વૃષભ: કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.

મિથુન: આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

કર્ક: આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી જણાય. મોસાળપક્ષ - સાસરીપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય.

સિંહ: આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવાય. ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય. આવક થાય. આનંદ રહે.

કન્યા: આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા સંબંધી વર્ગ- મિત્રવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ રહે. પરંતુ કામ ઉકેલાય.

તુલા: જૂના સ્વજન-સ્નેહી- મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

વૃશ્ચિક: દિવસ દરમ્યાન આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા રહે. કામ કરવાની ઇચ્છા થાય નહીં. ખર્ચ જણાય.

ધન: સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહેતા રાહત જણાય.

મકર: સીઝનલ ધંધામાં આપે ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ- ગેરસમજથી સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કુંભ: આપની બુદ્ધિ-મહેનત- અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી આપને લાભ-ફાયદો રહે.

મીન: આપ હરો-ફરો- કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા જણાય.