સત્ય. સાહસ. સંકલ્પ.

12 ઓક્ટોબર, 2026નું રાશિફળ: મેષને રાહત, સિંહને ધનલાભ, મીનને સંભાળ

12 ઓક્ટોબર, 2026નું રાશિફળ: મેષને રાહત, સિંહને ધનલાભ, મીનને સંભાળ

જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભે 12 ઓક્ટોબર, 2026ના રોજ 12 રાશિઓ માટે આજનું રાશિફળ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આજે કેટલીક રાશિઓને અગત્યના કામમાં સફળતા મળશે, જ્યારે કેટલીક રાશિઓએ સંભાળ રાખવાની જરૂર છે. રાશિફળ જ્યોતિષ પર આધારિત છે, જેમાં ગ્રહોની સ્થિતિ અને તેની અસરો દર્શાવવામાં આવે છે.

મેષ: અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થશે. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહેશે.

વૃષભ: હરિફ અને ઈર્ષ્યા કરનારા લોકો મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. આકસ્મિક ખર્ચ કે ખરીદી થઈ શકે છે.

મિથુન: રૂકાવટમાં અટવાયેલા કામો ધીમે ધીમે ઉકેલાશે. ધંધામાં લાભ થશે.

કર્ક: કામમાં કોઈ ને કોઈ રૂકાવટ કે મુશ્કેલી આવી શકે છે. જમીન, મકાન કે વાહનના કામકાજમાં સંભાળ રાખવી.

સિંહ: યશ, પદ અને ધનમાં વધારો થવાની શક્યતા છે, જેનાથી આનંદ થશે. પરદેશના કામમાં પ્રગતિ થશે.

કન્યા: કામની સાથે કૌટુંબિક અને પારિવારિક કામમાં વ્યસ્ત રહેવું પડશે. કામનો ઉકેલ આવતાં આનંદ થશે.

તુલા: ગણત્રી અને ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહેશે. સંસ્થાકીય કામકાજ અંગે વ્યસ્તતા રહેશે.

વૃશ્ચિક: રાજકીય, સરકારી કે ખાતાકીય કામમાં ઉતાવળ કરવી નહીં. આવેશ કે ઉશ્કેરાટમાં આવ્યા વગર દિવસ પસાર કરવો.

ધન: કામમાં આકસ્મિક સાનુકૂળતા મળવાથી ઝડપથી ઉકેલ આવશે. સંતાનના પ્રશ્ને ચિંતા રહી શકે છે.

મકર: દિવસની શરૂઆતથી જ કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહેવું પડશે. જમીન, મકાન કે વાહનના કામ થઈ શકે છે.

કુંભ: દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળશે. ભાઈભાંડુનો સહકાર મળશે.

મીન: તન, મન અને ધનથી તેમજ વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરવો. કૌટુંબિક કે પારિવારિક પ્રશ્ને ચિંતા રહી શકે છે.

- અગ્નિદત્ત પદમનાભ