સત્ય. સાહસ. સંકલ્પ.

લાભ પાંચમે તુલા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો પર મહાલક્ષ્મીની કૃપા, મીન રાશિના જાતકોએ ઉતાવળ ટાળવી

લાભ પાંચમે તુલા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો પર મહાલક્ષ્મીની કૃપા, મીન રાશિના જાતકોએ ઉતાવળ ટાળવી

ગુજરાતી પંચાંગ અનુસાર, 14 નવેમ્બર 2026, શનિવારના રોજ કારતક સુદ પાંચમ (લાભ પાંચમ) છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ સવારે 09:40થી 11:02 સુધી રહેશે.

જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, તે તમારી રાશિ પ્રમાણે જાણી લો…

તુલા રાશિ: વ્યસ્તતા છતાં તમે તમારા ઘર-પરિવારને પૂરો સમય આપશો. પરિવારજનો સાથે ઘરમાં ફેરફાર તથા જાળવણી સંબંધી કાર્યોની યોજનાઓ પણ બનશે. કોઈ મિત્ર અથવા સંબંધી પ્રત્યેની ગેરસમજ પણ દૂર થશે. કોઈ પણ સમસ્યા ઉકેલવાનો અનુકૂળ સમય છે. તમારી યોજનાઓને તરત અમલમાં મૂકો. વધુ વિચાર-વિમર્શ કરવાથી સમય હાથમાંથી નીકળી પણ શકે છે. ખર્ચા વધશે, પરંતુ સાથે જ આવકની સ્થિતિ પણ સારી હોવાથી પરેશાની અનુભવાશે નહીં. આજે ક્યાંય પણ અવરજવર કરવાનું ટાળો. વ્યવસાયમાં કારોબારી મામલાઓમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ રહેશે. કેટલાક વિરોધીઓ તમારું મનોબળ તોડવાનો પ્રયાસ કરશે. આ સમયે તમારી કાર્યપ્રણાલીને ગુપ્ત જ રાખો. ધન સંબંધી મુશ્કેલીઓના કારણે જે કાર્યો અટકેલા હતા, આજે તેમાં ગતિ આવવાની સંભાવના છે. પરસ્પર સામંજસ્ય રાખવાથી વૈવાહિક સંબંધોમાં વધુ મધુરતા આવશે. પારિવારિક વાતાવરણ પણ ખુશહાલ બનેલું રહેશે. હવામાન થોડું પ્રતિકૂળ રહેશે. બેદરકારી ન કરીને તમારી લાઈફસ્ટાઈલને વ્યવસ્થિત રાખવી જરૂરી છે. લકી કલર: ક્રીમ, લકી નંબર: 3.

વૃશ્ચિક રાશિ: કોઈ પારિવારિક સભ્ય તરફથી સંતોષકારક સમાચાર મળવાના કારણે મન પ્રફુલ્લિત રહેશે. કોઈ પણ નિર્ણય લેતી વખતે દિલને બદલે દિમાગથી કામ લો, કારણ કે ભાવુકતામાં કેટલાક નિર્ણયો ખોટા પડી શકે છે. કોઈ માંગલિક કાર્ય સંબંધી યોજના બનશે. પરંતુ અન્ય કાર્યોની વ્યસ્તતાના લીધે તમારા પોતાના કેટલાક મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે. આનાથી તમારા આત્મબળ અને કાર્યક્ષમતામાં પણ કમી આવશે. જો કોઈ ખાસ મીટિંગ હોય, તો આજે મુલતવી રાખો અથવા ખૂબ જ સાવચેતીપૂર્વક કરો. વ્યવસાયમાં કારોબારી મામલાઓમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી ન કરો, નુકસાન થવાની સ્થિતિ બનેલી છે. લેવડ-દેવડના મામલામાં સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે. બેરોજગાર લોકોને આજે કોઈ તક મળી શકે છે. નોકરીયાત વ્યક્તિઓ પોતાના કામને ખૂબ સારી રીતે અંજામ આપી શકશે. પતિ-પત્ની અંગત સમસ્યાઓને પરસ્પર સામંજસ્ય દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરે, સંબંધોમાં ફરીથી મધુરતા આવશે. નસોમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધી શકે છે. યોગ અને કસરત પર યોગ્ય સમય આપો. લકી કલર: બ્રાઉન, લકી નંબર: 8.

મકર રાશિ: ઘરમાં શિસ્ત અને શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમે તમારા કર્મ પ્રત્યે પૂરી રીતે સમર્પિત રહો, ભાગ્ય આપમેળે જ તમને સહયોગ કરશે. તમને યોગ્ય સિદ્ધિઓ હાંસલ થવાની છે. કોઈ કામ મન મુજબ ન થવાથી તણાવ ન લો. ધીરજ અને સહનશીલતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. ગુસ્સા અને આવેશમાં આવવાના લીધે પરિસ્થિતિઓ વધુ બગડી શકે છે. પૈતૃક સંપત્તિ જેવા કાર્યો અત્યારે મુલતવી જ રાખો. વ્યવસાયમાં ખૂબ જ સૂઝબૂઝથી નિર્ણય લેવાની જરૂર છે. આજે કોઈની સાથે ભાગીદારી સંબંધી કામ ન કરો, તો યોગ્ય રહેશે, કારણ કે નુકસાન થવાની સંભાવના બની રહી છે. જોખમી તથા ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો. નોકરીમાં સ્થાન પરિવર્તન માટે ઈચ્છુક લોકોને કોઈ ખુશખબર મળશે. પરિવારજનો તથા જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે. પરંતુ ધ્યાન રાખો કે કોઈ વિજાતીય વ્યક્તિ સાથેની મુલાકાત તમારી છબી ખરાબ કરી શકે છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર અંગત સંબંધોમાં કડવાશ આવવાના લીધે થોડો તણાવ રહી શકે છે. લકી કલર: ગુલાબી, લકી નંબર: 6.

મીન રાશિ: દિવસભર કંઈક ને કંઈક પડકારો બનેલા રહેશે. પરંતુ સાથે જ તમારી ઊર્જા અને જોશને સકારાત્મક દિશામાં લગાવવાથી શુભ પરિણામો પણ મળશે. જરૂરિયાતમંદો તથા વડીલોની સેવા અને દેખભાળ સંબંધી પ્રવૃત્તિઓમાં તમારું યોગદાન ચોક્કસ આપો, આનાથી તમને સુકૂન મળશે. પોતાને વ્યસ્ત રાખો તથા મનમાં કોઈના પણ પ્રત્યે નકારાત્મક વિચાર બિલકુલ ન આવવા દો. કેટલાક લોકો ઈર્ષ્યાની ભાવનાથી ગેરસમજો ઊભી કરી શકે છે. પરંતુ તમે આ પ્રકારની વાતો પર ધ્યાન ન આપીને પોતાના કાર્યોમાં જ મગ્ન રહો. વ્યવસાયમાં કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે, જેને પૂરી કરવા માટે ખૂબ વધારે મહેનત પણ કરવી પડશે. ભાગીદારી સંબંધી વ્યવસાયમાં પણ પારદર્શકતા રાખવી જરૂરી છે. ઓફિસમાં એકાઉન્ટ સંબંધી કાર્યોમાં સાવચેતી રાખો. દાંપત્ય સંબંધોમાં એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રહેશે. પ્રેમ પ્રસંગો ગાઢ બનશે તથા મર્યાદાપૂર્ણ રહેશે. તમારી જ લાપરવાહીના લીધે તમને સ્વાસ્થ્ય સંબંધી કેટલીક પરેશાની આવી શકે છે. હવામાનથી વિપરીત આહાર અને દિનચર્યા રાખવી જરૂરી છે. લકી કલર: સફેદ, લકી નંબર: 5.