ગુજરાતી પંચાંગ અનુસાર, 30 સપ્ટેમ્બર 2026, બુધવારના રોજ ભાદરવા વદ પક્ષની ચોથ અને પાંચમ તિથિ છે. આ દિવસે ચંદ્ર બપોરે 01:13 સુધી મેષ રાશિમાં અને ત્યારબાદ વૃષભ રાશિમાં રહેશે. રાહુકાળ બપોરે 12:29 થી 1:58 સુધી રહેશે.
જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, તે તમારી રાશિ પ્રમાણે જાણી લો:
મેષ: આ પડકારભર્યા સમયમાં પણ તમે તમારી યોગ્યતા અને આત્મવિશ્વાસ દ્વારા કોઈ પણ પરેશાનીનો સામનો કરવામાં સક્ષમ રહેશો. ઉન્નતિ માટે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું લાવવું જરૂરી રહેશે. ખાસ કરીને મહિલાઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં ગભરાવવા અને તણાવ લેવાની જગ્યાએ શાંતિથી સમસ્યાઓને ઉકેલવાની કોશિશ કરો. કોઈ પાસેથી વધારે અપેક્ષા રાખવાની જગ્યાએ પોતાના કામની ક્ષમતા પર વિશ્વાસ રાખો. વ્યવસાયિક માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો. પતિ-પત્ની વચ્ચે તાલમેલનો અભાવ રહેશે. પ્રેમ સંબંધોમાં એક બીજા પ્રત્યે આકર્ષણ વધશે. કબજિયાત તથા વાયુ વિકાર જેવી પરેશાનીઓથી રાહત મેળવવા માટે ખાનપાન અને દિનચર્યાને યોગ્ય રાખો. લકી કલર: લીલો, લકી નંબર: 6.
વૃષભ: વ્યવસ્થિત વાતાવરણ રહેશે, પરંતુ અન્ય લોકોની સલાહ લેવાની જગ્યાએ પોતાના મનના અવાજને સાંભળો અને તેનો અમલ કરો. જેથી તમે સારી રીતે પોતાના કામને અંજામ આપી શકશો. જો કોઈ પોલિસીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ નિર્ણય લો. કોઈ મોટા સમાચાર મળી શકે છે. સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓથી અંતર જાળવી રાખો. તમારા થોડાં કામમાં કોઈ વિઘ્ન પડી શકે છે. કોઈ ખરાબ વ્યક્તિ દ્વારા અપયશ મળવાની પણ શક્યતા છે. ફાયનાન્સ સંબંધી કોઈપણ ગતિવિધિમાં ખૂબ જ સાવધાની જાળવવાની જરૂર છે. તમને સ્ટાફ અને કર્મચારીઓનો સહયોગ મળશે. ઘરમાં સુકૂનભર્યું વાતાવરણ રહેશે. કોઈ સમારોહમાં પણ પરિવાર સાથે જવાનો પ્રોગ્રામ બનશે. ગેસ અને કબજિયાત સંબંધિત વસ્તુઓનું સેવન ન કરો. પોઝિટિવ રહો અને થોડી સાવધાની જાળવો. લકી કલર: કેસરી, લકી નંબર: 5.
મિથુન: તમારી વ્યવસ્થિત દિનચર્યા અને કાર્ય પ્રણાલીથી દરેક કામ શાંતિથી પૂર્ણ થઈ જશે. થોડા લોકો જે તમારા વિરુદ્ધ હતા, આજે તમે નિર્દોષ છો તે તેમને સમજાઈ જશે અને સંબંધ ફરી મજબૂત થઈ જશે. કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. ક્યારેક-ક્યારેક ગુસ્સા અને ચીડિયાપણું જેવા સ્વભાવના કારણે થોડી મુશ્કેલીઓ આવી શકે છે. બહારની વ્યક્તિનો તમારા વ્યક્તિગત જીવનમાં દખલ ન થવા દો. તમારા વ્યક્તિગત સંબંધોને મધુર જાળવી રાખો. વ્યવસાયમાં વર્તમાન ગતિવિધિઓ પર જ ધ્યાન કેન્દ્રિત રાખવું યોગ્ય રહેશે. કોઈ નવી ગતિવિધિને શરૂ કરવા માટે યોગ્ય સમયની રાહ જુઓ. પરિવારમાં સુકૂનભર્યું વાતાવરણ રહેશે. લગ્ન યોગ્ય લોકો માટે યોગ્ય સંબંધ આવી શકે છે. થાક અને તણાવનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા તથા મનોબળ પર પડી શકે છે. લકી કલર: વાદળી, લકી નંબર: 7.
કર્ક: દિવસ કામથી ભરેલો રહેશે. સંતાન સાથે જોડાયેલી કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારીને પૂર્ણ કરી લેવાથી રાહત મળશે. યુવાઓને પોતાની મહેનત પ્રમાણે કોઈ કાર્યમાં સારું પરિણામ પ્રાપ્ત થવાનું છે. સાંજે પરિવાર સાથે કોઈ મનોરંજન વગેરેમાં સમય પસાર થશે. બપોર પછી થોડી વિપરીત પરિસ્થિતિઓ પણ બનશે. ક્યારેક-ક્યારેક એવું લાગશે કે પરિસ્થિતિઓ હાથમાંથી સરકી જઈ રહી છે, જોકે, ધૈર્ય અને સંયમથી તમે તમારી સમસ્યા પર કાબુ મેળવી લેશો. કાર્યસ્થળ પર યોગ્ય ગતિશીલતા રહેશે. કર્મચારીઓના કારણે થોડી મુશ્કેલીઓ આવશે. જેને તમે સમજદારી સાથે ઉકેલી લેશો. ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘર પર વધારે સમય આપવો પડી શકે છે. નકારાત્મક વિચાર હાવી થવાથી તેનો ખરાબ પ્રભાવ તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. લકી કલર: આસમાની, લકી નંબર: 2.
સિંહ: ઉત્તમ ગ્રહ સ્થિતિ બની રહી છે. તમે છેલ્લા કેટલાક સમયથી જે લક્ષ્ય નક્કી કર્યું છે, આજે તેના પર કામ કરવાનો ઉત્તમ સમય છે. સંતાનને પણ કોઈ સિદ્ધિ મળવાથી ઘરમાં ખુશીભર્યું વાતાવરણ રહેશે. સાથે જ ક્યાંક અટવાયેલા પૈસા પણ આજે પાછા મળી શકે છે. નજીકના સંબંધોમાં રૂપિયા-પૈસાને લઈને થોડો મતભેદ થવા જેવી સ્થિતિ બની રહી છે. નકારાત્મક પરિસ્થિતિઓમાં પોતાનું મનોબળ તથા આત્મવિશ્વાસ મજબૂત રાખો. અન્ય લોકોની વાતો તથા અફવાઓ પર ધ્યાન ન આપો. જો મુસાફરી કરી રહ્યા હોવ તો તમારા સામાનનું ધ્યાન રાખો. કારોબારમાં વિસ્તરણ કરવા માટે તમારા વ્યવસાયિક સંપર્કોને વધુ મજબૂત બનાવો.