સત્ય. સાહસ. સંકલ્પ.

સોમવારનું રાશિફળ 28 સપ્ટેમ્બર 2026: મેષ અને તુલા રાશિને ધનલાભનો યોગ, જાણો તમારી રાશિ કેવી રહેશે

સોમવારનું રાશિફળ 28 સપ્ટેમ્બર 2026: મેષ અને તુલા રાશિને ધનલાભનો યોગ, જાણો તમારી રાશિ કેવી રહેશે

ગુજરાતી પંચાંગ મુજબ, 28 સપ્ટેમ્બર 2026, સોમવારના રોજ ભાદરવા વદ પક્ષની બીજ અને ત્રીજ તિથિ છે. આ દિવસે ચંદ્ર સવારે 10:16 સુધી મીન રાશિમાં અને ત્યાર બાદ મેષ રાશિમાં રહેશે. રાહુકાળ સવારે 8:03 થી 9:32 સુધી રહેશે.

જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે આ દિવસ કેવો રહેશે, તે તમારી રાશિ પ્રમાણે જાણી લો.

મેષ રાશિ:
આજે સવારથી જ પારિવારિક અને અંગત કાર્યોને લઈને દોડધામ રહેશે, પરંતુ સમય અનુસાર તમે કામ પૂરા પણ કરતા જશો. લોકો સાથે મેળાપ વધશે અને આ સંપર્કો ફાયદાકારક સાબિત થશે. તમારી કાર્યશૈલી અને મધુર વ્યવહારથી લોકપ્રિયતા વધશે. જોકે કોઈ મહત્વની વાત જાહેર ન કરો, નહીં તો પછતાવો થઈ શકે. વાતચીતમાં અભદ્ર ભાષાનો ઉપયોગ સંબંધો બગાડી શકે છે. અચાનક એવા ખર્ચ આવશે જેમાં કાપ મૂકવો શક્ય નહીં હોય. વ્યાવસાયિક દ્રષ્ટિએ સમય થોડો અનુકૂળ રહેશે, પણ કેટલાક પડકારા સામે આવશે, જેનો સમયસર ઉકેલ પણ મળશે. દામ્પત્ય જીવનની નાની-મોટી નકારાત્મક વાતોને નજરઅંદાજ કરો. સુકૂન અને આરામ માટે સમય કાઢો. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકોએ ખાસ ધ્યાન રાખવું. લકી કલર: બદામી, લકી નંબર: 2.

વૃષ રાશિ:
તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ અને સંતુલિત વિચારસરણી સાથે તમે કાર્યોને વ્યવસ્થિત કરતા જશો. ધીમે-ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. ભાવુકતાના બદલે વ્યવહારુ દ્રષ્ટિકોણ પ્રગતિમાં સહાયક બનશે. અચાનક એવો ખર્ચ આવશે કે જેના પર કાપ મૂકવો અશક્ય રહેશે, જેનાથી આર્થિક સ્થિતિ ડગમગી શકે છે. ક્રોધ અને આવેગ પર નિયંત્રણ રાખો, ધીરજ અને સંયમથી કામ લો. વરિષ્ઠ સ્વજનોને ખુશ રાખવાનો પ્રયાસ કરો. વ્યાપારમાં વિસ્તરણની જે રૂપરેખા બનાવી હતી, તેના પર અમલ કરવાનો આ યોગ્ય સમય છે. પરિવારના કોઈ સભ્યની સિદ્ધિથી ઘરમાં ખુશનુમા માહોલ રહેશે અને ડિનર કે મનોરંજનનો યાદગાર પ્લાન બની શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પણ હવામાન વિરુદ્ધના ખાનપાનથી પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. લકી કલર: સફેદ, લકી નંબર: 3.

મિથુન રાશિ:
સમય શાંતિદાયક અને ધનદાયક બન્યો છે. ફોન કોલ કે ઈમેલ દ્વારા કોઈ મહત્વની માહિતી મળશે અને કોઈ કાર્ય ઉત્તમ રીતે પૂર્ણ થશે. મિત્રો સાથે ખાસ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થશે. બીજાની બાબતોમાં દખલગીરી ન કરો, નહીં તો માન-સન્માન પર નકારાત્મક અસર પડશે. સરકારી મામલો અટકેલો હોય તો અત્યારે તે પૂર્ણ થવાની અપેક્ષા નથી, તેથી શાંતિ જાળવો. વ્યાવસાયિક કાર્યો મનપસંદ રીતે પૂર્ણ થશે. રોકાણ અને બેંકના કાર્યોમાં વ્યસ્તતા રહેશે. ઘરમાં ખુશહાલીનો માહોલ રહેશે અને સંબંધીઓનું આગમન થશે, પણ દિલના મામલે છેતરાઈ શકો છો. સ્વાસ્થ્ય પ્રત્યેનો સકારાત્મક દ્રષ્ટિકોણ તમને સ્વસ્થ અને ઉર્જાવાન રાખશે. અહંકાર અને ગુસ્સાને હાવી ન થવા દો. લકી કલર: જાંબલી, લકી નંબર: 6.

કર્ક રાશિ:
કામ વધારે રહેશે, પરંતુ સફળતા મળવાથી સુકૂન પણ મળશે. આર્થિક બાબતોમાં મક્કમ અને મહત્વના નિર્ણયો લેવામાં સક્ષમ રહેશો. યુવા વર્ગને મહેનત મુજબ શુભ પરિણામ મળશે. બપોર પછી કોઈ નકારાત્મક પરિસ્થિતિ બની શકે છે, પણ મનોબળ તૂટવા ન દો અને સમસ્યાના નિવારણ પર ધ્યાન આપો. ભવિષ્યની કોઈ યોજના બનાવતી વખતે સાવચેતી રાખો અથવા મુલતવી રાખો. કારોબારમાં ફાયદાકારક સ્થિતિ છે, સમયનો યોગ્ય ઉપયોગ કરો. ક્યાંય મોટી રકમ રોકવી યોગ્ય નથી. ઘરનું વાતાવરણ સુખમય રહેશે અને સંતાનની સિદ્ધિથી ખુશીનો માહોલ રહેશે. બદલાતા હવામાનને કારણે આયુર્વેદિક વસ્તુઓનું યોગ્ય સેવન કરવું જરૂરી છે. લકી કલર: ઓરેન્જ, લકી નંબર: 1.

સિંહ રાશિ:
આળસ અને મોજમસ્તી છોડીને કાર્યોમાં વ્યસ્ત થઈ જાઓ, કારણ કે ગ્રહસ્થિતિ તમારા માટે ખૂબ સકારાત્મક છે. આનો ભરપૂર ઉપયોગ કરો. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. બપોર પછી પરિસ્થિતિમાં થોડી પ્રતિકૂળતા રહેશે. લેવડ-દેવડ સંબંધિત કાર્યોમાં સાવચેતી રાખો અને બીજાની બાબતોમાં હસ્તક્ષેપ કર્યા વગર પોતાની પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો.