સત્ય. સાહસ. સંકલ્પ.

19 સપ્ટેમ્બર 2026નું રાશિફળ: મેષને કાર્યસિદ્ધિ, મકરને કોર્ટ કચેરીમાં ઉતાવળ ન કરવાની સલાહ

19 સપ્ટેમ્બર 2026નું રાશિફળ: મેષને કાર્યસિદ્ધિ, મકરને કોર્ટ કચેરીમાં ઉતાવળ ન કરવાની સલાહ

19 સપ્ટેમ્બર, 2026ના રોજનું રાશિફળ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે મેષ રાશિના જાતકોને દેશ-પરદેશના કામોમાં સરળતા રહેશે, જ્યારે વૃષભ રાશિના જાતકોએ તન-મન-ધનથી સંભાળીને દિવસ પસાર કરવો પડશે. તુલા રાશિના જાતકોને યશ, પદ અને ધનમાં વૃદ્ધિ થશે, જ્યારે મકર રાશિના જાતકોને કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ ન કરવાની સલાહ છે. કર્ક રાશિના જાતકોને હરીફ વર્ગથી મુશ્કેલી રહેશે અને ખર્ચ થવાની શક્યતા છે.

મેષ: દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સરળતા થતી જાય. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી પ્રસન્નતા અનુભવાય.

વૃષભ: આપે તન-મન-ધનથી, વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.

મિથુન: આપના અગત્યના કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

કર્ક: આપના કામમાં હરિફ વર્ગ - ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.

સિંહ: આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ખર્ચ જણાય.

કન્યા: આપના કામમાં પ્રતિકૂળતા જણાય. જમીન-મકાન-વાહનના કામમાં સંભાળવું પડે. માતૃપક્ષની ચિંતા જણાય.

તુલા: આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. ભાઈભાંડુ આપને મદદરૂપ થાય.

વૃશ્ચિક: આપને કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આવક જણાય. સામાજિક - વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા રહે.

ધન: આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. રાજકીય- સરકારી કામ અંગે મુલાકાત થાય.

મકર: આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ ન કરવી. ખર્ચ જણાય.

કુંભ: આપના કામમાં આકસ્મિક સરળતા થતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

મીન: દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિત્રવર્ગનો સહકાર મળી રહે.