સત્ય. સાહસ. સંકલ્પ.

રાશિફળ 19 નવેમ્બર 2026: મેષને કામમાં પ્રશંસા, કર્કને સ્વાસ્થ્યની સંભાળ

રાશિફળ 19 નવેમ્બર 2026: મેષને કામમાં પ્રશંસા, કર્કને સ્વાસ્થ્યની સંભાળ

આજનું રાશિફળ મુજબ મેષ રાશિના જાતકોને કામમાં પ્રશંસા મળે તેમજ ધંધામાં આવકનો યોગ છે. કર્ક રાશિના જાતકોએ મોસમી બીમારીથી સંભાળ રાખવી અને વાહન ધીમે ચલાવવું. સિંહ રાશિવાળાને સંસ્થાકીય કામમાં સહકાર મળશે, જ્યારે કન્યા રાશિના જાતકોએ ગ્રાહકો સાથે વાદવિવાદ ટાળવો. ધન રાશિના લોકોને ઉપરી અધિકારીઓનો સહકાર મળશે અને યાત્રાનો યોગ છે.

મેષ: કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહેશે. મોસમી ધંધામાં અચાનક ગ્રાહકો આવતાં આવક જણાશે.

વૃષભ: કુટુંબ, સગા-સંબંધી અને મિત્રોના કામમાં વ્યસ્ત રહેવું પડશે. દોડધામ, શ્રમ અને ખર્ચ થશે.

મિથુન: નોકરી અને ધંધાના કામમાં અનુકૂળતા મળશે. ધંધામાં નવી વાતચીત કે ઓર્ડર મળી શકે. મેળાપ થશે.

કર્ક: મોસમી અને ચેપી બીમારીની સંભાળ રાખવી પડશે. કામમાં અડચણ જણાશે. વાહન ચલાવવામાં ઉતાવળ ન કરવી.

સિંહ: સંસ્થાકીય કામ અને જાહેર ક્ષેત્રના કામકાજમાં દોડધામ રહેશે. કામમાં અન્યનો સહકાર મળશે.

કન્યા: મોસમી ધંધામાં માલનો વધુ ભરાવો ન કરવો. ગ્રાહકો સાથે ગેરસમજ કે મનદુઃખ થાય તો સંભાળીને રહેવું.

તુલા: મહેનત, અનુભવ, આવડત અને બુદ્ધિથી કામનો ઉકેલ આવશે. મીઠી વાણીથી કામ સરળ બનશે.

વૃશ્ચિક: નોકરી કે ધંધે જાઓ તો ઘર-પરિવારની ચિંતા, અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહેશે.

ધન: કામમાં ઉપરી અધિકારી, સહકર્મી અને સેવક વર્ગનો સાથ-સહકાર મળશે. યાત્રાનું આયોજન થશે.

મકર: સામાજિક અને વ્યવહારિક કામકાજમાં વ્યસ્તતા રહેશે. કામનો ઉકેલ આવતાં આનંદ થશે. ધંધામાં આવક જણાશે.

કુંભ: કોર્ટ-કચેરીના કામમાં ઉતાવળ ન કરવી. હરીફ કે ઈર્ષ્યા કરનારા વર્ગ તરફથી મુશ્કેલી જણાશે.

મીન: માનસિક પરિતાપ અને વ્યગ્રતા રહેશે. ધાર્યા મુજબ કામ ન થવાથી ઉચાટ જણાશે.

(જ્યોતિષ આસ્તિકતાનો વિષય છે. આ ફળ પરંપરાગત ગણતરી આધારિત છે; નિર્ણયોમાં આ વિગતોને અંતિમ માનવી નહીં.)