આજે મેષ રાશિના જાતકોને સુસ્તી અને બેચેનીનો અનુભવ થશે, જ્યારે કન્યા રાશિના લોકોને કાર્યક્ષેત્રે બઢતી-બદલીના યોગ છે. તુલા રાશિના જાતકોને બેંક, વીમા અને શેરબજારના કામમાં અનુકૂળતા રહેશે. ધન રાશિના લોકોએ રાજકીય-સરકારી કામમાં ઉતાવળ ટાળવી. મીન રાશિના લોકોને નોકરી-ધંધાના કામમાં બહારગામ જવાનો યોગ છે.
મેષ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયત સાચવવી પડે. કામકાજ કરવાની ઈચ્છા થાય નહીં.
વૃષભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
મિથુન : નોકરી-ધંધાના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
કર્ક : સંતાનના પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ રહે. ખર્ચ-ખરીદી જણાય. વાણીની સંયમતા રાખીને શાંતિથી કામ કરવું.
સિંહ : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન સાચવવામાં ધ્યાન રાખવું.
કન્યા : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામ અંગે, ભાઈભાંડુના કામ અંગે વ્યસ્તતા જણાય. બઢતી-બદલીના કામ થાય.
તુલા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં કુટુંબ-પરિવાર મદદરૂપ થાય.
વૃશ્ચિક : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સંસ્થાકીય કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.
ધન : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.
મકર : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સંતાનનો સાથ-સહકાર મળતાં રાહત રહે.
કુંભ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધી વર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. ખર્ચ જણાય.
મીન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવામાં ધ્યાન રાખવું પડે. બપોર પછી થોડી રાહત થતી જાય.