ગુજરાતી પંચાંગ અનુસાર, 18 નવેમ્બર 2026, બુધવારના રોજ કારતક સુદ નોમ છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ બપોરે 12:24થી 01:46 સુધી રહેશે.
જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો…
પોઝિટિવ: વ્યસ્ત દિનચર્યા રહેશે તથા કાર્યો સુચારુ રૂપે બનતા જશે. આજનો દિવસ મહિલાઓ માટે ખાસ કરીને ખૂબ જ સુકૂનભર્યો રહેશે. તમારી રહેણીકરણી તથા બોલચાલની રીત બીજાને તમારી તરફ આકર્ષિત કરશે.
નેગેટિવ: સમય મુજબ તમારી લાઈફસ્ટાઈલમાં પણ લચીલાપણું લાવવું જરૂરી છે. ક્યારેક-ક્યારેક વધુ જિદ રાખવાથી કે કોઈ વાત પર અડી જવાથી તમારા હાથમાંથી મહત્વપૂર્ણ સિદ્ધિ નીકળી પણ શકે છે. વિપરીત પરિસ્થિતિઓમાં વિચલિત થવાને બદલે સમસ્યાઓનો ઉકેલ શોધો.
વ્યવસાય: કરિયર તથા આજીવિકામાં કંઈક ને કંઈક પડકારો બનેલા રહેશે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહ પણ ચોક્કસ લો. ગ્લેમર, કલા, સૌંદર્ય પ્રસાધન વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં મન મુજબની સિદ્ધિ હાંસલ થશે. વિદેશ સંબંધી વ્યવસાયમાં પણ શુભ તકો મળી શકે છે.
લવ: પરિવાર માટે સમય કાઢવો ઘરના વાતાવરણને ખુશહાલ રાખશે. પ્રેમ સંબંધોમાં પણ ગાઢતા આવશે.
સ્વાસ્થ્ય: આ સમયે થાક અને તણાવ અનુભવાશે. થોડો સમય ધ્યાન અને મેડિટેશનમાં પણ લગાવો. વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે.
લકી કલર: વાદળી
લકી નંબર: 1
પોઝિટિવ: છેલ્લા થોડા સમયથી તમે જે કાર્યો માટે ભરપૂર મહેનત કરી રહ્યા હતા, હવે તેના યોગ્ય પરિણામો મળવાનો અનુકૂળ સમય છે. ઘરમાં ધાર્મિક આયોજન સંબંધી યોજના પણ બનશે. નવા વાહનની ખરીદી પણ શક્ય છે.
નેગેટિવ: દિલને બદલે દિમાગથી નિર્ણય લો, કારણ કે ભાવનાઓમાં વહીને તમે કોઈ ભૂલ કરી શકો છો. બાળકોના માર્ગદર્શન માટે પણ થોડો સમય જરૂર કાઢો. આજે કોઈને ઉધાર ન જ આપો તો સારું છે કારણ કે વાપસી શક્ય નથી.
વ્યવસાય: વ્યવસાયમાં વર્તમાન પરિસ્થિતિઓ પર જ ધ્યાન કેન્દ્રિત રાખો. પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં સાવચેતી રાખવી તમને ખૂબ મોટી મુસીબતમાંથી બચાવી શકે છે. નોકરીયાત વ્યક્તિઓને ટાર્ગેટ હાંસલ કરવાની યોગ્ય સંભાવના છે, સાથે જ પ્રમોશન પણ શક્ય છે.
લવ: પરિવાર સાથે મનોરંજન અને હાસ્ય-વિનોદમાં ખુશનુમા સમય પસાર થશે. પ્રેમ સંબંધો પણ ગાઢ બનશે.
સ્વાસ્થ્ય: ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહી શકે છે, પરંતુ સાથે જ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ સચેત રહો.
લકી કલર: લાલ
લકી નંબર: 9
પોઝિટિવ: તમે તમારી દિનચર્યામાં સકારાત્મક બદલાવ અનુભવશો. કોઈ પારિવારિક સમસ્યામાં તમારી હાજરી અને સલાહ મહત્વપૂર્ણ રહેશે, યોગ્ય ઉકેલ પણ નીકળશે. વિદ્યાર્થીઓને પણ પોતાની સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત મુજબ યોગ્ય પરિણામો હાંસલ થશે.
નેગેટિવ: તમારા વહેમ અને જિદ્દીપણા જેવા સ્વભાવના લીધે કોઈની સાથે સંબંધોમાં ખટાશ આવી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે લાપરવાહી કરવી યોગ્ય નથી. કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ જવા અથવા ભૂલી જવાના લીધે ચિંતા રહેશે.
વ્યવસાય: આ સમયે વ્યવસાય સંબંધિત નિર્ધારિત યાત્રાને ટાળવી જ યોગ્ય છે. સરકારી મામલાઓમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરો તથા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન ચોક્કસ લો. નોકરીયાત લોકોને પોતાનો ટાર્ગેટ હાંસલ કરવામાં મુશ્કેલી રહેશે, પરંતુ ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ મળશે.
લવ: જીવનસાથીની અસ્વસ્થતાના લીધે પરિવાર સંબંધી જવાબદારી પણ તમારા પર રહેશે, પરંતુ તમે ખૂબ સારી રીતે તમામ કાર્યો નિભાવવા માટે સક્ષમ રહેશો.
સ્વાસ્થ્ય: અતિશય કાર્યભારના લીધે થાક અને નબળાઈ અનુભવશો. બધાની સાથે તમારું પોતાનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે.
લકી કલર: પીળો
લકી નંબર: 3
પોઝિટિવ: આજે હળવા-મળવાનો દોર બનેલો રહેશે. કોઈ મિત્રની સલાહ દ્વારા તમારા બધા કામ સુચારુ રૂપે સંપન્ન થશે. જો સંપત્તિ સંબંધી કોઈ વિવાદ ચાલી રહ્યો હોય, તો કોઈની મધ્યસ્થી દ્વારા ઉકેલાઈ પણ શકે છે. આજની સાંજ ખુશનુમા પસાર થશે.
નેગેટિવ: તમારી ભાવનાઓનો કોઈ વ્યક્તિ નાજાયઝ ફાયદો ઉઠાવી શકે છે, તેથી સાવધાન રહો, પ્રેક્ટિકલ રહો અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ બનવા પર શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ કાઢો. નકામા કામમાં સમય ન બગાડીને તમારી ઊર્જા સકારાત્મક પ્રવૃત્તિઓમાં લગાવો.
વ્યવસાય: વ્યવસાય સંબંધી પ્રવૃત્તિઓ પર મનન અને ચિંતન કરવાની જરૂર છે, કારણ કે વર્તમાન વાતાવરણના લીધે કાર્યપ્રણાલીમાં પણ પરિવર્તન લાવવું પડશે. આ સમયે લાભ કરતાં મહેનત વધુ રહેશે, પરંતુ જલ્દી જ સ્થિતિ અનુકૂળ પણ થઈ જશે. ઓફિશિયલ યાત્રા શક્ય છે.
લવ: પરિવારમાં તમામ સભ્યોની એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રહેશે તથા હળીમળીને કામ કરવાથી પરસ્પર પ્રેમ પણ વધશે. યુવાનોની દોસ્તીમાં નિકટતા વધશે.
સ્વાસ્થ્ય: વાહન સાવચેતીથી ચલાવો તથા કોઈ પણ પ્રકારું રિસ્ક લેવાથી બચો.