ગુજરાતી પંચાંગ અનુસાર, 16 નવેમ્બર 2026, સોમવારના રોજ કારતક સુદ સાતમ (જલારામ જયંતિ) છે. આ દિવસની ચંદ્ર રાશિ મકર છે. રાહુકાળ સવારે 08:19થી 09:41 સુધી રહેશે.
જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, તે તમે તમારી રાશિ પ્રમાણે જાણી લો…
કર્ક રાશિ: બીજા પાસેથી સહયોગની અપેક્ષા ન રાખીને તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો, આનાથી તમે બહેતર પરિણામ હાંસલ કરી શકશો તથા ઉતાવળને બદલે શાંતિપૂર્ણ રીતે કામ પતાવવાનો પ્રયાસ કરો. કેટલાક નજીકના લોકો સાથે હળવું-મળવું લાભદાયી સાબિત થશે તથા પરસ્પર સંબંધોમાં પણ મજબૂતી આવશે. ગુસ્સા અને આવેશથી તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે, તમારા આત્મવિશ્વાસ પ્રત્યે સચેત રહો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે હળવું-મળવું રાખવાથી આની અસર તમારા સામાજિક અને પારિવારિક સંબંધો પર પણ પડશે. વ્યવસાયમાં ગ્રોથ લાવવા માટે તમારા દ્વારા કરવામાં આવેલા નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે. આ સમયે જો પાર્ટનરશિપ સંબંધી કોઈ યોજના બની રહી હોય, તો હમણાં થોડા સમય માટે તેને મુલતવી રાખવી જ યોગ્ય છે. સરકારી નોકરીમાં પબ્લિક પ્લેસ પર કોઈ પણ પ્રકારનું જોખમ ન લો. પતિ-પત્ની વચ્ચે યોગ્ય સામંજસ્ય રહેશે, ભેટ-સોગાદોની આપ-લે ખુશી આપશે. તમારા લવ પાર્ટનરને મળવાની તક પણ મળશે. ક્યારેક-ક્યારેક ઉદાસી અને ડિપ્રેશન જેવી સ્થિતિ હાવી થઈ શકે છે, યોગ અને મેડિટેશન કરવાથી તમને ઘણી હદ સુધી રાહત મળશે. લકી કલર: વાદળી, લકી નંબર: 6.
તુલા રાશિ: ઘર-પરિવારની સુખ-સુવિધા સંબંધી વસ્તુઓની ઓનલાઈન શોપિંગમાં મજેદાર સમય પસાર થશે. પારિવારિક સભ્યોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આજે તમારું પૂરું સમર્પણ રહેશે. તમારા પર્સનલ કામ પણ સુચારુ રૂપે સંપન્ન થશે. એ પણ ધ્યાન રાખો કે તમારી કોઈ બેદરકારી અથવા આળસના લીધે કોઈ ખાસ કામ અધૂરું રહી જશે. ક્યારેક-ક્યારેક તમારા વિચારોની સંકુચિતતા પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે, તેથી તમારા વ્યવહાર અને વિચારોને સંયમિત રાખો. માર્કેટિંગ સંબંધી કાર્યોને સાવચેતીપૂર્વક કરો, પરંતુ કોઈ બહારની વ્યક્તિની વાતોમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો. નોકરીયાત વ્યક્તિઓ પોતાના પેપરવર્કને સાવચેતીપૂર્વક કરે, કારણ કે આ સમયે કોઈ પ્રકારની ગરબડ થવાની આશંકા બની રહી છે. પારિવારિક વાતાવરણ ખુશહાલ રહેશે, તમામ સભ્યો પ્રફુલ્લિત અને ખુશ રહેશે. સાંજે કોઈ મનોરંજન અને ડિનર જેવા મસ્તીભર્યા પ્રોગ્રામ બનશે. બદલાતા હવામાનના લીધે એલર્જી થઈ શકે છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. લકી કલર: બદામી, લકી નંબર: 9.
મીન રાશિ: તમારા સંપર્કો અથવા મીડિયા દ્વારા અંગત તથા વ્યવસાય સંબંધી વધુ માહિતીઓ હાંસલ કરો. ઘરને સજાવવા હેતુ નવી વસ્તુઓની ખરીદીની યોજનાઓ બનશે. પરિવાર સાથે કોઈ મનોરંજક યાત્રાનો પણ વિચાર બનશે. તમારી કાર્યશૈલી અને યોજનાઓને વ્યવસ્થિત રૂપે સંપન્ન કરવાનો પ્રયાસ કરો, કારણ કે કોઈની ખોટી સલાહ તમને ભ્રમિત કરી શકે છે. બાળકોની પ્રવૃત્તિઓ અને શિક્ષણ સંબંધી વિષયમાં પણ માહિતી લેતા રહો. સમય અનુકૂળ છે, વ્યવસાયમાં અટકેલા કાર્યોમાં ગતિ આવશે, સાથે જ વર્તમાન કાર્યો પણ સુચારુ રૂપે ચાલતા રહેશે. બેંકિંગ, વકીલ, સીએ જેવા પ્રોફેશન માટે સમય ખૂબ જ અનુકૂળ છે. ઓફિસની જવાબદારીઓને પણ તમે ખૂબ સારી રીતે નિભાવશો. ઘરનો માહોલ સુખદ અને શાંતિપૂર્ણ જળવાઈ રહેશે, કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે તથા મધુર યાદો પણ તાજા થશે. અતિશય વ્યસ્તતા અને કાર્યભારના લીધે માનસિક તણાવ રહેશે, મેડિટેશનમાં થોડો સમય વિતાવવો તથા ઉત્તમ સાહિત્ય વાંચવું તમને ઊર્જાવાન રાખશે. લકી કલર: લાલ, લકી નંબર: 1.