સત્ય. સાહસ. સંકલ્પ.

દાહોદના કરંબા ગામે ધીંગાણું: પોલીસે 30 લોકોની કરી અટકાયત, આરોપીઓની શોધમાં કોમ્બિંગ

દાહોદના કરંબા ગામે ધીંગાણું: પોલીસે 30 લોકોની કરી અટકાયત, આરોપીઓની શોધમાં કોમ્બિંગ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે બે જૂથો વચ્ચે ધીંગાણું થયાના બનાવમાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 30 જેટલા લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂની અદાવતને લઈને ઊભેલા વિવાદમાં સમાધાન કરાવવા એક યુવકને બંધક બનાવવામાં આવ્યો હતો. યુવકના પરિવારજનોએ 112 ઇમરજન્સી સેવાને જાણ કરતાં ટીમ યુવકને છોડાવવા ઘટનાસ્થળે પહોંચી હતી.

જોકે, ઉશ્કેરાયેલા ટોળાએ 112ની ટીમ સાથે માથાકૂટ કરી હતી અને પોલીસ વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

આ બનાવ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ પોલીસ ટીમો બનાવવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં તપાસ તથા કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.