બંગાળની ખાડીમાં એક નવું ચક્રવાતી તંત્ર સક્રિય થયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આ વાવાઝોડું આગામી 24 કલાકમાં આગળ વધશે અને 19 નવેમ્બરે અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તે સમયે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
સેટેલાઇટ ઇમેજમાં આ તંત્રની તીવ્રતા જોઈ શકાય છે. તેની અસર દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર થઈ શકે છે, ખાસ કરીને આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે. ભૂતકાળમાં પણ આ દરિયાકાંઠે અર્ણવ વાવાઝોડું ટકરાયું હતું, તેથી સત્તાવાળાઓએ સાવચેતી રાખવાની સૂચના આપી છે.
છેલ્લા 20 દિવસમાં આ ત્રીજો વાવાઝોડાનો ખતરો છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને આગોતરી ચેતવણી જારી કરી શકે છે.