સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પર ક્રિકેટર્સની ઉજવણી: સાક્ષીએ ધોનીને કિસ કરી, શિખર ધવનની પત્ની સોફીએ દેશી અંદાજ અપનાવ્યો

દિવાળી પર ક્રિકેટર્સની ઉજવણી: સાક્ષીએ ધોનીને કિસ કરી, શિખર ધવનની પત્ની સોફીએ દેશી અંદાજ અપનાવ્યો

દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. બોલિવૂડ સ્ટાર્સથી લઈને ક્રિકેટ જગતના દિગ્ગજોએ પણ પોતાના પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરી હતી. ખાસ કરીને મહેન્દ્ર સિંહ ધોની અને શિખર ધવનનો તેમની પત્નીઓ સાથેનો રોમેન્ટિક અંદાજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર દિવાળીની ઉજવણીની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ધોની અને સાક્ષીનો રોમેન્ટિક અંદાજ જોવા મળે છે. એક તસવીરમાં સાક્ષી ધોનીને ગાલ પર કિસ કરતી જોવા મળે છે, જ્યારે ધોની કેમેરા સામે જોઈને હળવું સ્મિત આપી રહ્યો છે.

અન્ય એક તસવીરમાં આ કપલ તેમની દીકરી ઝીવા સાથે પોઝ આપી રહ્યું છે. ઝીવાના ટ્રાન્સફોર્મેશનને જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે, કારણ કે તેમની 'લિટલ પ્રિન્સેસ' હવે ખાસ્સી મોટી થઈ ગઈ છે.

પૂર્વ ક્રિકેટર શિખર ધવને પણ પોતાની આઇરિશ પત્ની સોફી શાઈન સાથે દિવાળીની શાનદાર ઉજવણી કરી છે. લગ્ન બાદ આ કપલની સાથે આ પહેલી દિવાળી છે. બ્લૂ સાડી, ચાંદલો અને ઝુમકામાં સોફીનો દેશી લુક એકદમ સ્ટનિંગ લાગી રહ્યો હતો.

શિખર અને સોફી હિન્દુ રીતિ-રિવાજો મુજબ પૂજા-પાઠ કરતા પણ જોવા મળ્યા હતા. શિખરે સોફી સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે પતિ-પત્ની તરીકે આ તેમની પહેલી દિવાળી છે. એક તસવીરમાં ધવન તેની પત્નીને ખૂબ જ પ્રેમથી નિહાળતો જોવા મળે છે.

સિક્સર કિંગ યુવરાજ સિંહે પણ પત્ની હેઝલ કીચ અને બાળકો સાથે દિવાળી મનાવી હતી. આ પરિવારે સાથે મળીને સુંદર પોઝ આપ્યા હતા. પરિવાર સાથેની તસવીરો શેર કરતા યુવરાજે કેપ્શનમાં લખ્યું, "પરિવાર સાથે દિવાળી જેવું બીજું કંઈ નથી. થોડો નિખાર, ખુશીઓ અને એ બધો જ પ્રેમ, જે આ જશ્નને ખૂબ જ ખાસ બનાવી દે છે."

(ફોટો: ઇન્સ્ટાગ્રામ/@yuvisofficial, @sakshisingh_r, @shikhardofficial)