ગુજરાતમાં પોલીસ દમન, તાનાશાહી અને કથિત ખોટા પોલીસ કેસોના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ ભવન ખાતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં અમિત ચાવડા-મેવાણીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા.
કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ભાજપના ઈશારે રાજ્યમાં પોલીસ દમન અને કથિત ખોટા પોલીસ કેસો થઈ રહ્યા હોવાના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગાંધીનગરમાં ઉમટ્યાં છે. કાર્યકરોએ પોલીસ પ્રશાસન મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
કરશનદાસ બાપુ ભાદરકાએ જણાવ્યું કે, ગુજરાત સર મુખત્યારશાહીઓના હાથમાં આવી ગયું છે, આજે એક એક ગુજરાતી દુઃખી છે. ભાજપ સત્તાના નકારાત્મક નશામાં એ રીતે આવી ગઈ છે કે ગમે એના ઉપર એફઆઈઆર કરી દે છે. બીજી તરફ હેમાંગ મહિપતરામ રાવલે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ દ્વારા દમન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કર્યા છે.
હાથમાં પોસ્ટરો લઈને પહોંચ્યા કોંગ્રેસના કાર્યકરો. અમિત ચાવડાએ કહ્યું-કોંગ્રેસની બે બહેનો સામે FIR કરી છે. જગદીશ ઠાકોર પણ પહોંચ્યા.