સત્ય. સાહસ. સંકલ્પ.

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બાળકો સાથે આઈસ્ક્રીમ માણ્યો, પ્રોટોકોલ વગર સેલ્ફી પણ પડાવી

CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં બાળકો સાથે આઈસ્ક્રીમ માણ્યો, પ્રોટોકોલ વગર સેલ્ફી પણ પડાવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ફરી એકવાર સાદગીભર્યો અંદાજ જોવા મળ્યો છે. તેઓ અમદાવાદ શહેરમાં એક આઈસ્ક્રીમ પાર્લર પર પહોંચ્યા હતા.

આઈસ્ક્રીમ પાર્લરમાં મુખ્યમંત્રીએ નાના બાળકો સાથે સમય વિતાવ્યો. બાળકોની વચ્ચે બેસીને તેમણે આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો અને બાળકો સાથે વાતચીત કરી. આ વાતચીતમાં તેમણે બાળકોના અભ્યાસ અને શોખ વિશે વિગતો જાણી.

એટલું જ નહીં, કોઈપણ જાતના ભારે પ્રોટોકોલ વગર મુખ્યમંત્રીએ ત્યાં હાજર લોકો સાથે સેલ્ફી પણ પડાવી. હસતા મુખે તેમણે તમામ લોકો સાથે સેલ્ફી ખેંચાવીને આત્મીયતાથી વાતચીત કરી.

મુખ્યમંત્રીનો આ સહજ અને સરળ વ્યવહાર સામાન્ય નાગરિકો સાથેના તેમના સીધા સંપર્કનું ઉદાહરણ આપે છે.