કોકરોચ જનતા પાર્ટી (CJP)એ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. CJPના સંસ્થાપક અભિજિત દીપકેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, જો 48 કલાકમાં રાજીનામું નહીં અપાય, તો 2 ઓક્ટોબરે મુંબઈથી દેશવ્યાપી આંદોલન શરૂ થશે.
આ વિરોધ 'ચૂંટણી પંચ સુધારો' અભિયાન હેઠળ 13 કરોડ મતદારોના નામ રદ કરવાના વિવાદિત મુદ્દા પર કેન્દ્રિત છે. દીપકેએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ રહી છે અને નાગરિકોના મતદાન અધિકાર છીનવાઈ રહ્યા છે.
જો CEC 48 કલાકમાં રાજીનામું નહીં આપે, તો દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થશે અને દિલ્હીમાં અનિશ્ચિત સમય માટે ધરણું યોજાશે. CJPએ ચેતવણી આપી છે કે પરિસ્થિતિ 'જંતર-મંતર 2.0' જેવી બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચના અન્ય બે કમિશનરો - સુખબીર સિંહ સંધુ અને વિવેક જોષીએ SIR મામલે સવાલો ઉઠાવ્યા હતા.