સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી પોલીસને CJPનું અલ્ટીમેટમ: 24 કલાકમાં દેખાવોની તારીખ જાહેર કરો

દિલ્હી પોલીસને CJPનું અલ્ટીમેટમ: 24 કલાકમાં દેખાવોની તારીખ જાહેર કરો

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા આજે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે શાંતિપૂર્વક દેખાવો કરવા માટે તારીખ માગી હતી.

આશુતોષ રાંકાએ કહ્યું, "અમે દિલ્હી પોલીસને પૂછવા માંગીએ છીએ કે અમે ક્યારે દેખાવો કરી શકીએ. એટલા માટે જ અમે અહીં આવ્યા છીએ. 24 કલાકમાં દિલ્હી પોલીસ અમને જણાવે, નહીંતર આગળ શું કરવું તે અંગે અમે નિર્ણય લઈશું. અમે શાંતિપૂર્વક દેખાવો કરવા માંગીએ છીએ. આ સૌનો અધિકાર છે. અમે અમારી તરફથી પોલીસને વિકલ્પ આપી દીધો છે."

ઉલ્લેખનીય છે કે 10 ઓક્ટોબરે CJPએ જંતર મંતર ખાતે દેખાવો કરવાની જાહેરાત કરી હતી, પરંતુ પોલીસે તેના માટે પરવાનગી આપી નહોતી. ત્યારબાદ CJPના ચર્ચિત નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં તેમને કોર્ટમાં હાજર કરીને એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારની શાંતિ ભંગ ન કરવાની શરતે છોડી મૂકવામાં આવ્યા હતા.

હાલ પોલીસે CJPની માંગ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.