સત્ય. સાહસ. સંકલ્પ.

ચોરવાડ રોડ પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને વધારાનો સ્ટોપેજ, 21 ઓક્ટોબરથી અમલમાં

ચોરવાડ રોડ પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને વધારાનો સ્ટોપેજ, 21 ઓક્ટોબરથી અમલમાં

પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને વેરાવળ વચ્ચે દોડતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને ચોરવાડ રોડ રેલવે સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવાની મંજૂરી આપી છે. આ નિર્ણય 21 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે.

રેલવેના સુધારેલા સમયપત્રક મુજબ, બાંદ્રા ટર્મિનસથી વેરાવળ તરફ જતી ટ્રેન નંબર 19217 સવારે 5:49 વાગ્યે ચોરવાડ રોડ સ્ટેશન પર પહોંચશે અને એક મિનિટના રોકાણ બાદ 5:50 વાગ્યે આગળ રવાના થશે.

તે જ રીતે, વેરાવળથી બાંદ્રા ટર્મિનસ તરફ જતી ટ્રેન નંબર 19218 બપોરે 12:15 વાગ્યે ચોરવાડ રોડ સ્ટેશન પર આવશે અને 12:16 વાગ્યે આગળની મુસાફરી શરૂ કરશે.

આ વધારાના સ્ટોપેજથી ચોરવાડ રોડ અને આસપાસના વિસ્તારના પ્રવાસીઓને ટ્રેન પકડવા માટે નજીકના સ્ટેશન સુધી જવાની ઝંઝટમાંથી રાહત મળશે. ખાસ કરીને બાંદ્રા અને વેરાવળ વચ્ચે મુસાફરી કરતા લોકોને આનો ફાયદો થશે.

રેલવેએ મુસાફરોને મુસાફરીનું આયોજન કરતાં પહેલાં સુધારેલા સમયપત્રકની નોંધ લેવા જણાવ્યું છે.