સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતાં વૈશ્વિક બજારમાં ખરીદી ફરી શરૂ થઈ છે. આ ઘટાડાનો લાભ ચીને ઝડપથી ઉપાડી લીધો છે અને તે સોનાનો મોટો ભંડાર ભરી રહ્યું છે.
વર્ષ 2026માં અત્યાર સુધીમાં ચીનની સેન્ટ્રલ બેંકે 103 ટન સોનું ખરીદ્યું છે. આ માહિતી ‘ધ કોબેસી લેટર’ દ્વારા શેર કરવામાં આવી છે, જે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા પર આધારિત છે. આ સાથે ચીનની કુલ સોનાની હોલ્ડિંગ રેકોર્ડ 2,410 ટન થઈ ગઈ છે.
સપ્ટેમ્બર 2026માં ચીને 23 ટન સોનું ખરીદ્યું, જે સપ્ટેમ્બર 2023 પછીની સૌથી મોટી માસિક ખરીદી છે. જુલાઈ અને ઓગસ્ટમાં પણ અનુક્રમે 20-20 ટનની ખરીદી થઈ હતી. આમ, ચીન સતત 23 મહિનાથી સોનું ખરીદી રહ્યું છે.
ચીન હાલમાં વિશ્વનો પાંચમો સૌથી મોટો સત્તાવાર સોનું ધરાવતો દેશ છે. તે અમેરિકા, જર્મની, ઇટાલી અને ફ્રાન્સથી પાછળ છે. જો આ જ ગતિ ચાલુ રહી, તો ચીન આ વર્ષે જ ઇટાલી (2,452 ટન) અને ફ્રાન્સ (2,437 ટન)ને પાછળ છોડી શકે છે.
સેન્ટ્રલ બેંકો પોતાના રિઝર્વ પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા માટે સોનું ખરીદી રહી છે. સોનું એવી રિઝર્વ સંપત્તિ છે જેમાં કોઈ સીધું સાર્વભૌમ લેણું જોખમ નથી હોતું. આ કારણે ચીન સહિત ઘણા દેશો સોનાનો ભંડાર વધારી રહ્યા છે.