સત્ય. સાહસ. સંકલ્પ.

ચીને ઓગસ્ટમાં 20 ટન સોનું ખરીદ્યું, 22 મહિનાથી અવિરત ખરીદી

ચીને ઓગસ્ટમાં 20 ટન સોનું ખરીદ્યું, 22 મહિનાથી અવિરત ખરીદી

ચીને ઓગસ્ટ 2026માં પોતાના ગોલ્ડ રિઝર્વમાં 20 ટનથી વધુ સોનું ઉમેર્યું છે. આ સાથે દેશનું કુલ ગોલ્ડ રિઝર્વ 2,387 ટન પર પહોંચી ગયું છે. પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ સતત 22મા મહિને સોનાની ખરીદી કરી છે, જે 2015 પછીનો સૌથી લાંબો સિલસિલો છે.

ચાઇના ડેલીના અહેવાલ મુજબ, ઓગસ્ટમાં થયેલો વધારો જુલાઈના અંતની સરખામણીમાં 20,217 કિલોગ્રામ (લગભગ 20.22 મેટ્રિક ટન) રહ્યો છે. ઓક્ટોબર 2023 પછી આ એક મહિનામાં થયેલી સૌથી મોટી ખરીદી છે. તે સમયે એક મહિનામાં 23,016 કિલોગ્રામ (લગભગ 23.02 મેટ્રિક ટન)નો વધારો થયો હતો.

સોનાની આકાશ આંબતી કિંમતો વચ્ચે પણ ચીનની ખરીદી ચાલુ છે. વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, તેમ છતાં ચીને ખરીદી રોકી નથી.

ચીનની આ ખરીદી પાછળ લાંબાગાળની આર્થિક રણનીતિ છે. ચીન અમેરિકન ડોલર પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે અને વિદેશી મુદ્રા ભંડારમાં સોના જેવી સુરક્ષિત સંપત્તિ વધારી રહ્યું છે. આ પગલું ભવિષ્યના વૈશ્વિક આર્થિક જોખમોથી બચવા માટે લેવામાં આવી રહ્યું છે.

નિષ્ણાતોના મતે, ચીનની સતત સોનાની ખરીદી વૈશ્વિક નાણાકીય બજાર પર આગામી સમયમાં અસર પાડી શકે છે.