સત્ય. સાહસ. સંકલ્પ.

40 મેચના પ્રતિબંધ બાદ ચિલીની ભૂતપૂર્વ રેફરીએ એડલ્ટ કન્ટેન્ટથી કમાણી શરૂ કરી

40 મેચના પ્રતિબંધ બાદ ચિલીની ભૂતપૂર્વ રેફરીએ એડલ્ટ કન્ટેન્ટથી કમાણી શરૂ કરી

ચિલીની ભૂતપૂર્વ FIFA આસિસ્ટન્ટ રેફરી સિન્ડી નાહુએલકોય પર 2023માં 40 મેચનો પ્રતિબંધ મૂકાયો હતો. આ પ્રતિબંધ બાદ તેણે પોતાની કારકિર્દી બદલી અને હવે તે એક્સક્લૂઝિવ ડિજિટલ પ્લેટફોર્મ પર એડલ્ટ કન્ટેન્ટ શેર કરીને સારી કમાણી કરી રહી છે.

2023માં, સિન્ડીએ સાથી રેફરી લોરેટો ટોલોસા સાથે મળીને રેફરી કમિશનના વડા પર આરોપ મૂક્યો હતો. આરોપો સાબિત ન થતાં, બોર્ડે બંનેને 40 મેચનો પ્રતિબંધ લગાવ્યો, જે પછીથી ઘટાડીને 30 મેચ કરવામાં આવ્યો. આ ઘટના બાદ સિન્ડીએ રેફરી તરીકેની કારકિર્દી છોડી દીધી.

નિવૃત્તિ બાદ, સિન્ડીએ મીડિયા અને ડિજિટલ દુનિયામાં પ્રવેશ કર્યો. તેણીએ ચિલીના લોકપ્રિય રિયાલિટી શોમાં ભાગ લીધો, જ્યાંથી તેને ખૂબ લોકપ્રિયતા મળી. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્સર તરીકે પણ કામ કર્યું.

તેણીના ચાહકોની સંખ્યા વધતાં, તેણે 'ઓનફાયર' જેવા પ્લેટફોર્મ પર એડલ્ટ કન્ટેન્ટ શેર કરવાનું શરૂ કર્યું. અહેવાલો અનુસાર, આ પ્લેટફોર્મથી તેને દરરોજ લગભગ 2000 ડોલર (લગભગ 1.67 લાખ રૂપિયા) મળે છે.