સત્ય. સાહસ. સંકલ્પ.

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ ચૂંટણી મોકૂફ: 27 સભ્યોમાંથી એક પણ ન પહોંચ્યો

છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ ચૂંટણી મોકૂફ: 27 સભ્યોમાંથી એક પણ ન પહોંચ્યો

છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદ માટે આજે યોજાનારી ચૂંટણી 27 સભ્યોની ગેરહાજરીને કારણે મોકૂફ રાખવામાં આવી છે. અગાઉના પ્રમુખ મંજુલાબેન કોલીનું આદિજાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું જણાતાં તેમનું પ્રમુખપદ રદ થયું હતું. એ પછી નવા પ્રમુખની પસંદગી માટે આજે સવારે 11 વાગ્યે ચૂંટણી પ્રક્રિયા યોજાનારી હતી. પરંતુ નિર્ધારિત સમય પૂરો થયો ત્યાં સુધી 27માંથી એક પણ સભ્ય ચૂંટણી સ્થળે હાજર નહોતો.

સભ્યોની ગેરહાજરીને પગલે ચૂંટણી અધિકારીએ પ્રક્રિયા મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. હવે નિયમ મુજબ નવી સામાન્ય સભા યોજી શકાય છે અને આગામી દિવસોમાં પ્રમુખની ચૂંટણી માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે.

છોટાઉદેપુર નગરપાલિકામાં કુલ 28 બેઠકો છે. તેમાંથી ભાજપ પાસે 26 બેઠકો, કોંગ્રેસ પાસે 1 બેઠક છે, જ્યારે 1 બેઠક ખાલી છે.