સત્ય. સાહસ. સંકલ્પ.

છોટાઉદેપુરના વાંસ કલાકારોની કલા દેશ-વિદેશમાં પ્રખ્યાત, ટોપલા-મસોટીની માંગ વધી

છોટાઉદેપુરના વાંસ કલાકારોની કલા દેશ-વિદેશમાં પ્રખ્યાત, ટોપલા-મસોટીની માંગ વધી

છોટાઉદેપુર જિલ્લો કલા અને કૌશલ્યની દૃષ્ટિએ સમૃદ્ધ છે. અહીંના કલાકારો વાંસ અને વણાટમાંથી ઘરવપરાશની અને સુશોભનની અનેક વસ્તુઓ બનાવે છે. જેમાં ટોપલો, ટોપલી, સૂપડું, સાવરણી અને મસોટીનો સમાવેશ થાય છે. આ કલાકૃતિઓ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ લોકપ્રિય બની છે.

કલાકારો જણાવે છે કે વાંસમાંથી બનતી મસોટીમાં અનાજ વર્ષો સુધી સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાય છે. કેમિકલનો ઉપયોગ ન થતો હોવાથી અને ઠંડક જળવાઈ રહેતી હોવાથી અનાજ બગડતું નથી. તેથી હવે શહેરી વિસ્તારોમાં પણ મસોટીની માંગ વધી છે. ઈકો-ફ્રેન્ડલી અને ટકાઉ હોવાને કારણે તેની બોલબાલા વધી રહી છે.

આ કલા માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ છોટાઉદેપુરની સંસ્કૃતિનું ગૌરવ છે. સ્થાનિક કલાકારોનું માનવું છે કે સરકાર અને સમાજે આવા કલાકારોને પ્રોત્સાહન આપી આ કલાકૃતિને વધુ વેગવંતી બનાવવા આગળ આવવું જોઈએ.