સત્ય. સાહસ. સંકલ્પ.

છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીનું બોઈલર ફાટ્યું, ચાર શ્રમિકોનાં મોત

છત્રાલ GIDCમાં કેમિકલ ફેક્ટરીનું બોઈલર ફાટ્યું, ચાર શ્રમિકોનાં મોત

ગાંધીનગર નજીક આવેલા છત્રાલ GIDC ફેઝ-4માં કલર બનાવતી ‘કોવીકા ડાઇઝ એન્ડ ઇન્ટરમિડીએટ્સ’ કંપનીમાં આજે બપોરે લગભગ 12 વાગ્યે બોઈલર ફાટવાની ઘટના બની. જેમાં કંપનીમાં કામ કરતા ચાર શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.

પ્રારંભિક માહિતી અનુસાર પ્લાન્ટના રિડક્શન વેસલમાં ખામી સર્જાતાં બોઈલર ફાટ્યું હતું. વિસ્ફોટનો અવાજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં સંભળાયો હતો અને થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, SDM, ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી પૂરી કર્યા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

કંપની પાસે ફાયર એનઓસી સહિતની મંજૂરીઓ હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે. બોઈલર ફાટવા પાછળ ટેકનિકલ ખામી કે બેદરકારી કારણભૂત છે કે નહીં તે દિશામાં SDM અને પોલીસ સહિતની ટીમો ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.