સત્ય. સાહસ. સંકલ્પ.

છઠ મહાપર્વ: દિલ્હી-બિહાર સહિત દેશભરમાં લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું

છઠ મહાપર્વ: દિલ્હી-બિહાર સહિત દેશભરમાં લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું

છઠ મહાપર્વને લઈને દેશભરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. ખાસ કરીને બિહારમાં છઠ પૂજાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 હજારથી વધુ ઘાટ પર છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ઘાટ પર પહોંચેલા શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યની આરાધના કરી પરિવારની સુખ, સમૃદ્ધિ અને ખુશહાલી માટે પ્રાર્થના કરી હતી.

માત્ર બિહાર જ નહીં, પરંતુ સુરત, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં પણ છઠ મહાપર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં વસતા બિહારી પરિવારો પણ પરંપરાગત રીતે છઠ પૂજામાં જોડાયા છે. છઠના ગીતો અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ભક્તો સૂર્યદેવની ઉપાસનામાં લીન જોવા મળ્યા હતા.

દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં છઠ મહાપર્વ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે (15 નવેમ્બર) ચાર દિવસીય છઠ પૂજાનો ત્રીજો દિવસ છે. દિલ્હીમાં લાખો ભક્તોએ ઘાટ પર અને યમુનાના કિનારે અસ્ત થતા સૂર્યને પ્રથમ અર્ધ્ય અર્પણ કર્યું. લોકો આસ્થાના આ મહાન તહેવાર છઠને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે આ વર્ષે રાજધાનીમાં છઠનો તહેવાર વધુ ભવ્ય અને મોટા પાયે ઉજવવામાં આવી રહ્યો છે.