સત્ય. સાહસ. સંકલ્પ.

છઠ પૂજા: રાજકોટમાં આજી નદી કિનારે હજારો ભક્તોએ આથમતા સૂર્યને અર્ઘ્ય આપ્યું

છઠ પૂજા: રાજકોટમાં આજી નદી કિનારે હજારો ભક્તોએ આથમતા સૂર્યને અર્ઘ્ય આપ્યું

કાર્તિક શુક્લ ષષ્ઠીના દિવસે રવિવાર, 15 નવેમ્બરે ગુજરાતભરમાં છઠ પૂજાનો મહાપર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્તર ભારતીય સમાજના હજારો લોકો એકત્ર થઈને સૂર્યદેવની પૂજા કરી. આ પર્વ બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડના લોકો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, જેમાં ઊગતા અને આથમતા બંને સૂર્યની પૂજા કરવામાં આવે છે.

છઠ પૂજાના પહેલા દિવસે ભક્તોએ આથમતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું. આજે સવારે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપીને વ્રતનું સમાપન કરવામાં આવશે. આ વ્રત સંતાનના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે. પરંપરા મુજબ સૂર્યદેવ સાથે છઠ્ઠી મૈયાની પણ પૂજા કરવામાં આવે છે.

રાજકોટમાં આજીડેમ ખાતે આજી નદીના કિનારે લગભગ 7,000 જેટલા શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા. મહિલાઓએ આજી નદીમાં ડૂબકી લગાવીને વિધિવત્ પૂજા કરી હતી. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના રાજ્યોમાંથી આવેલા લોકોએ પોતાની પરંપરા મુજબ સૂર્યદેવની આરાધના કરી હતી. આ તહેવારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં પણ મહિલાઓએ છઠ્ઠી મૈયાની પૂજા કરી હતી. સુરતમાં તાપી નદી કિનારે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પૂજા સ્થળે ઉપસ્થિત રહીને આરતી ઉતારી હતી.