આજકાલ બાળકોના ભણવા અને હોમવર્કની રીત બદલાઈ રહી છે. પહેલાં કોઈ સવાલનો જવાબ શોધવા પુસ્તકોમાં પાનાં ફેરવવા પડતા, હવે ChatGPT જેવા AI ટૂલ્સ સેકન્ડોમાં માહિતી આપે છે. પરંતુ બાળકો આ ટૂલ્સનો ઉપયોગ શીખવા માટે કરે અને સુરક્ષિત રહે તે માટે ChatGPT એ કેટલાક ખાસ ફીચર્સ ઉમેર્યા છે. આ ફીચર્સ બાળકોનું ભણતર સરળ બનાવવાની સાથે વાલીઓની ચિંતા પણ દૂર કરે છે.
1. Study Mode
Study Mode એવા બાળકો માટે ઉપયોગી છે જેઓ ફક્ત જવાબ નહીં, પણ તેની પાછળનું કારણ સમજવા માંગે છે. આ મોડમાં ChatGPT મુશ્કેલ સવાલને નાના ભાગોમાં તોડીને સમજાવે છે, જરૂરી હિન્ટ આપે છે અને વચ્ચે સવાલ પૂછીને બાળકની સમજ ચકાસે છે. આથી બાળક રટણ કરવાને બદલે જાતે જવાબ શોધવાનો પ્રયત્ન કરે છે.
2. Homework Reminders
ઘણી વખત બાળકો ChatGPT ને આખું અસાઇનમેન્ટ લખી આપવા કહે છે. Homework Remindersનો હેતુ આ ઉપયોગને શીખવા તરફ વાળવાનો છે. જો બાળક ઇતિહાસનું અસાઇનમેન્ટ લખવા કહે, તો ChatGPT મહત્વના મુદ્દા સમજાવે છે અને પોતાનો જવાબ તૈયાર કરવામાં મદદ કરે છે. એટલે કે કામ પૂરું કરવા કરતાં વિષય સમજવા પર ભાર રહે છે.
3. Quiz
કોઈ પ્રકરણ વાંચી લેવું પૂરતું નથી, તે કેટલું સમજાયું તે જાણવું જરૂરી છે. ChatGPTની મદદથી બાળકો કોઈ પણ વિષય પર પ્રશ્નો અને પ્રેક્ટિસ ક્વિઝ તૈયાર કરી શકે છે. આનાથી તેમને ખબર પડે છે કે કયો ભાગ સારી રીતે સમજાયો છે અને ક્યાં ફરી મહેનત કરવાની જરૂર છે.
4. Learning Visualization
ગણિત અને વિજ્ઞાનના કેટલાક કન્સેપ્ટ ફક્ત વાંચીને સમજવા મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં ગ્રાફ, ફોર્મ્યુલા અને પગલાં જોઈને શીખવું સરળ બને છે. ChatGPTના Visualization Learning ફીચરમાં 70થી વધુ ગણિત અને વિજ્ઞાનના કન્સેપ્ટને દ્રશ્ય રૂપે સમજવાની સુવિધા છે.
5. Parental Controls
બાળકો AIનો ઉપયોગ કેવી રીતે કરે છે તે અંગે વાલીઓની ચિંતા ઓછી કરવા Parental Controls આપવામાં આવ્યા છે. લિંક્ડ પેરન્ટ એકાઉન્ટ દ્વારા કેટલીક સેટિંગ મેનેજ કરી શકાય છે. અભ્યાસ દરમિયાન નવી ચેટ Study Modeમાં શરૂ કરાવી શકાય છે. Quiet Hoursથી નક્કી કરેલા સમયે ChatGPTના ઉપયોગને મર્યાદિત કરી શકાય છે. વાલીઓ Voice Mode, Image Generation અને અન્ય સેટિંગ પણ મેનેજ કરી શકે છે.
એકંદરે, ChatGPTના આ ફીચર્સ બાળકોના અભ્યાસને મજેદાર અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થાય છે. જોકે, વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો AIનો ઉપયોગ શીખવા માટે કરે, નહીં કે ફક્ત જવાબ મેળવવા માટે.